હવામાન / અમદાવાદમાં આજે બપોર પછી 30થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાંની આગાહી

Divyabhaskar.com

Apr 16, 2019, 12:21 PM IST
Today's rain forecast in Ahmedabad

  • ધૂળની ડમરી ઊડતાં વિઝિબિલિટી ઘટશે

અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયકોલનિક સરક્યુલેશનથી સોમવારે અમદાવાદમાં ગરમીનો પારો 3.7 ડિગ્રી ગગડીને 38.5 ડિગ્રી થયો હતો. બપોર પછી ધૂળિયા વાતાવરણને કારણે બફારો વધ્યો હતો. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે બપોર પછી 30થી 50 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત અંકિત પટેલ જણાવે છે કે, મંગળવારે અમદાવાદ અને આસપાસનાં વિસ્તારમાં વાદળિયા વાતાવરણ સાથે વાતાવરણમાં ઠંડક વધશે. બપોર પછી 30થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. ત્યારબાદ બે દિવસ ગરમીથી થોડી ઘણી રાહત મળવાના સંકેત છે.

સોમવારે બપોર પછી ધૂળની ડમરી ઊડી હતી અને વાતાવરણ દિવસભર વાદળછાયું રહ્યું હતું. શહેરમાં કેટલાક સ્થળોએ ડમરીને કારણે વિઝિબિલિટીમાં થોડો ઘણો ઘટાડો પણ જોવા મળ્યો હતો. શનિવારથી ફરીથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે.

સવાર પછી તાપમાનમાં ઘટાડો

સમય રવિવાર સોમવાર
8.3 30.2 31
11.3 38 36.4
2.3 41.2 37.6
5.3 40.4 37

X
Today's rain forecast in Ahmedabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી