તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • There Is No Checking At The Entrance To The City's Stand alone To Stand In The Police Stations

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ સ્ટેશનોમાં બખતરધારી જવાનો સ્ટેન્ડ ટુ, પણ શહેરનાં પ્રવેશદ્વારે જ કોઈ ચેકિંગ નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરહદે યુદ્ધ જેવી સ્થિતિને પગલે રાજ્યમાં હાઈ એલર્ટ બાદ ‘દિવ્ય ભાસ્કર’નું  રિયાલિટી ચેક
  • વિશાલા પાસે વાહન ચેકિંગના નામે હેલ્મેટ વિનાના બાઇકચાલકોને રોકી દંડ વસૂલાયો   
અમદાવાદ: ભારત અને પાકિસ્તાન સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાને પગલે દેશનાં તમામ શહેરોમાં હાઈએલર્ટ આપવામાં આવ્યો છે. રાજ્ય પોલીસને પણ સ્ટેન્ડ ટુ રખાઈ હોવાનો દાવો કરાયો છે, પરંતુ બુધવારે દિવ્ય ભાસ્કરે કરેલા રિયાલિટી ચેકમાં ચિત્ર કંઈક જૂદું જ હતું. હકીકત એ હતી કે, પોલીસ સ્ટેશનોની બહાર બખતરધારી જવાનો સ્ટેન્ડ ટુ પોઝિશનમાં હતો જ્યારે શહેરનાં બરોડા એક્સપ્રેસ, નારોલ સર્કલ, એસપી રિંગ રોડ પરની ચેકપોસ્ટ પાસે કોઇ નાકાબંધી નહોતી. 

ઇસરો, સ્વામિનારાણય-ભદ્રકાળી મંદિર, પીઆરએલ, બસસ્ટેન્ડ, એસ.ટી.સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિત જાણીતા સ્થળોએ સુરક્ષા વધારવા જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડે સૂચના જારી કરી છે. કલેક્ટર પાંડેએ કહ્યું કે, શહેર અને જિલ્લાના મહત્વના સ્થળોએ સુરક્ષા વધારવા સૂચના આપી દેવાઇ છે. પોલીસ સ્ટેશનની બહાર પણ સુરક્ષા અધિકારી તહેનાત રાખવા તાકીદ કરાઇ કરાઇ છે. 

આ ઉપરાંત શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા તમામ અધિકારી અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઇ છે ઉચ્ચકક્ષાએથી નવી સૂચના જારી ના થાય ત્યાં સુધી હેડ ક્વાટર્સ નહીં છોડવા સૂચના અપાઇ છે. લોકોને શાંતિની અપીલ કરાઇ રહી છે. 

 

જાહેર સ્થળો અથવા રસ્તા પર બિનવારસી હાલતમાં વસ્તુઓ અથવા કોઇ શંકાપસ્પદ વ્યક્તિ જણાય તો ત્વરિત નજીકના પોલીસ મથકમાં અથવા તો પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવા તાકીદ કરાઇ છે.

શહેરની મેટ્રો, સેશન્સ અને ગ્રામ્ય કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચે ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધર્યું હતું.  બુધવારે બપોરે ક્રાઇમ બ્રાન્ચ અને ડોગ સ્ક્વોડની ટીમના 20 થી વધુ કર્મીઓએ ચેકિંગ કર્યું હતું. જેના કારણે વકીલો, પક્ષકારો અને સ્ટાફમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. 

બુધવારે સવારે પાકિસ્તાનના વિમાને ભારતીય સીમા ક્રોસ કરી હતી. જેને પગલે પંજાબ, અમૃતસર, ચંદીગઢ સહિતના એરપોર્ટ પર સિવિલિયન્સ અવરજવર બંધ કરી દેવાઈ હતી. આ સ્થિતિમાં અમદાવાદ એરપોર્ટ પર પણ ઓફ ડ્યુટી સીઆરપીએફના જવાનોની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં ઓફ ડ્યુટી હોય તો પણ એલર્ટ રહેવા આદેશ જારી કર્યા હતા. 

બુધવાર સાંજે કાલુપુર રેલવે સ્ટેશન પર એક અજાણી વ્યક્તિએ મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. હાજર સુરક્ષાકર્મીઓએ આ દૃશ્ય જોતાં ત્યાં દોડી આવ્યા હતા અને તેની પૂછપરછ હાથ ધરી હતી. આ વ્યક્તિ એનઆરઆઇ હોવાનું અને અમદાવાદથી વતન જૂનાગઢ જઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને સંતોષકારક જવાબ અને ચકાસણીમાં કાંઇ વાંધાજનક વસ્તુ નહીં મળતા તેના મોબાઈલમાંથી રેલવે સ્ટેશનના તમામ વીડિયો ડિલિટ કરી તેને જવા દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો