તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ST બસ પકડવા માટે હવે ગીતામંદિર નહીં જવું પડે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લોકોને સગવડ-ટ્રાફિકનું ભારણ ઘટાડવા હેતુ
  • SP રિંગ રોડ, નેશનલ હાઈવે-8 પર નાના ચિલોડથી નારોલ સુધી તમામ સર્કલ પર પિકઅપ-ડ્રોપ સુવિધા

અમદાવાદ: લોકોને એસટી બસ પકડવા ગીતા મંદિર સુધી ન આવવું પડે તે માટે શહેર ફરતે આવેલા એસપી રિંગ રોડ પર તેમજ નેશનલ હાઈવે નંબર 8 પર નાના ચિલોડાથી નરોડા થઈ નારોલ સુધી તમામ મુખ્ય સર્કલ પર પિકઅપ-ડ્રોપ સુવિધા અપાઈ છે. ગુજરાત એસટી નિગમના અધિકારીએ જણાવ્યું કે, શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટે અને લોકોને સરળતાથી એસટી બસ મળી રહે તે માટે એસપી રિંગ રોડ પર સર્ક્યુલર રૂટ શરૂ કરાયો છે.

પેસેન્જરો ઝુંડાલ, શાંતિપુરા, સનાથલ, વૈષ્ણોદેવી, સાયન્સ સિટી, અસલાલી, નિકોલ, હંસપુરા, તપોવન સર્કલ સહિત અન્ય સર્કલથી આ સર્ક્યુલર રૂટની એસટી બસની સુવિધા મેળવી શકે છે. હાઈવે પર નાના ચિલોડા ઉપરાંત નરોડા, કૃષ્ણનગર, ઠક્કરબાપાનગર, રબારી કોલોની, સીટીએમ, જશોદા ચોકડી, નારોલ ખાતેથી પણ પેસેન્જરો એસટી બસની સુવિધા મેળવી શકે છે. આ સુવિધાના કારણે પેસેન્જરોને ગીતા મંદિર આવવાથી મુક્તિ મળશે.

બસની સંખ્યા વધારી 10 હજાર કરાશે: એસટી નિગમ હાલ 8400 બસ દોડાવે છે. નિગમ આગામી સમયમાં નરોડા વર્કશોપમાં વધુ બસોની બોડી તૈયાર કરાશે. વર્ષના અંત સુધીમાં બસોની સંખ્યા 10 હજાર સુધી પહોંચે તેવી શક્યતા છે. રાજ્યના અન્ય બાકી રહેલા રૂટ પર તેમજ ભીડ  વાળા રૂટ પર સંચાલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...