તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવી હશે અમદાવાદની નવી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇલેક્ટ્રિક બસ - Divya Bhaskar
ઇલેક્ટ્રિક બસ
  • ઇલેક્ટ્રિક બસને ડિસ્પ્લે માટે વાઇબ્રન્ટ ખાતે મૂકવામાં આવશે

અમદાવાદઃ બીઆરટીએસ રૂટ પર નવી 50 ઇલેક્ટ્રિક બસ આગામી દિવસોમાં રોડ પર દોડતી દેખાશે. આ નવી બસોની કેટલીક તસવીરો સામે આવી છે. આછા કેસરી અને સફેદ રંગની ડિસન્ટ ડિઝાઇન સાથેની આ બસની એક તરફ શહેરની ઓળખસમી સીદી સૈઇદની ઝાળીની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. બીઆરટીએસના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, 50 પૈકીની પહેલી બસ રવિવાર કે સોમવારે અમદાવાદમાં આવશે અને તેને ડિસ્પ્લે માટે પહેલી વાઇબ્રન્ટ ખાતે મૂકવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર કુલ 50 બસ લાવવામાં આવશે.