તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્ની પર ચરિત્રની શંકા જતાં પતિએ ઘરમાં CCTV લગાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેટેલાઇટની બેંક મેનેજર મહિલાની ફરિયાદ
  • પત્ની ઓફિસેથી સીધી ઘરે આવી કે ક્યાંક બહાર ગઇ હતી તે ચેક કરવા એક્ટિવાનું મીટર પણ ચેક કરતો  

અમદાવાદ:  બેંકમાં ફરજ બજાવતી પત્નીનાં ચારિત્ર ઉપર શંકા રાખી પતિએ ઘરમાં સીસીટીવી લગાવ્યા હતા. તેમજ પત્ની નોકરીથી ઘરે આવે એટલે એક્ટિવાનું પણ મીટર ચેક કરતો હતો. આ અંગે પરિણીતાએ સેટેલાઇટમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. 
બિશ્વજીત અગાઇ મુંબઈ નોકરી કરતો હ
સેટેલાઈટ રામદેવનગર નંદન એપાર્ટમેન્ટમાં રહેતા સુદિપ્તા(35) ના બીજાં લગ્ન 2014માં મૂળ કોલકતાના વતની બિશ્વજીત ગાંગુલી સાથે થયાં હતાં. બિશ્વજીત અગાઇ મુંબઈ નોકરી કરતો હતો અને દર શનિ-રવિ ઘરે આવતો હતો. ત્યારે સુદિપ્તા તેના માતા - પિતા સાથે રહેતી હતી.
પતિ પત્નીનો મોબાઈલ ચેક કરતો 
થોડા સમય બાદ બિશ્વજીતે અમદાવાદમાં ટ્રાન્સફર લીધી હતી. અમદાવાદ આવ્યા પછી બિશ્વજીત નાની નાની બાબતે સુદિપ્તા સાથે ઝઘડો કરતો અને દહેજની માગ કરતો હતો. સુદિપ્તા નોકરીએથી ઘરે આવે એટલે તેણે કોની સાથે વાત કરી તે જાણવા માટે તેનો મોબાઈલ ચેક કરતો હતો તેમજ પત્ની ઓફિસેથી સીધી ઘરે આવી કે ક્યાંક બહાર ગઇ હતી તે ચેક કરવા એક્ટિવાનું મીટર પણ ચેક કરતો હતો.
કંટાળીને સાદિપ્તાએ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી 
જ્યારે બિશ્વજીત ઘરે હાજર ન હોય ત્યારે ઘરે કોણ કોણ આવે છે તેમજ સુદિપ્તા ઘરની બહાર જાય છે કે નહીં તે ચેક કરવા માટે બિશ્વજીતે આખા ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. આખરે કંટાળીને સાદિપ્તાએ આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અન્ય સમાચારો પણ છે...