તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મથી જન્મેલા બાળક સાથે આરોપીના DNA મેચ ન થતાં હાઈકોર્ટે નિર્દોષ છોડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઈકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાઈકોર્ટની ફાઈલ તસવીર
  • નીચલી અદાલતે બંને આરોપીને 20 વર્ષની કેદ ફટકારી હતી
  • પંચમહાલના કેસમાં કોર્ટે નોંધ્યું, કિશોરીની જુબાની સત્ય માની શકાય, પરંતુ વૈજ્ઞાનિક પુરાવા તેની વિરુદ્ધ હોય ત્યારે સત્ય બહાર લાવવા પ્રયાસ થવો જોઈએ

અમદાવાદ: દુષ્કર્મથી જન્મેલા બાળક સાથે બે આરોપીના ડીએનએ મેચ ન થવાના અત્યંત ચોંકાવનારા કિસ્સામાં હાઈકોર્ટે બંનેને નિર્દોષ મુક્ત કરવા આદેશ આપ્યો છે. જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ એ. સી. રાવની ખંડપીઠે આ કેસમાં નોંધ્યું છે કે, બળાત્કારના કિસ્સામાં માત્ર ભોગ બનનારનું નિવેદન નહીં પણ તેના વૈજ્ઞાનિક પુરાવા પણ ધ્યાને લેવા જોઈએ.

બળાત્કારના કેસમાં પોક્સોની કલમ હેઠળ આરોપીઓને નીચલી અદાલતે 20 વર્ષની સખત કેદ તેમ જ રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો, જેની સામે આરોપીઓએ એડવોકેટ એ. એ. ઝાંબુઆવાલા મારફતે હાઈ કોર્ટમાં રિટ કરી હતી, જેમાં રજૂઆત કરી હતી કે, નીચલી અદાલતે તેમને સજા કરવામાં ડીએનએ ટેસ્ટ જેવા મહત્ત્વના પુરાવાને ધ્યાને લીધા ન હતા.

ભોગ બનનારે એવી જુબાની આપી હતી કે, આરોપીઓએ કરેલા દુષ્કર્મથી તેને ગર્ભ રહ્યો હતો અને જન્મનારા બાળકના પિતા બળાત્કાર કરનાર જ છે. જોકે ડીએનએ ટેસ્ટમાં બંને આરોપીનો ડીએનએ ટેસ્ટ મળતો આવતો ન હતો. આથી આરોપી દ્વારા બળાત્કાર થયો નથી તે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું હતું.

હાઈ કોર્ટે નોંધ્યું હતું કે, પ્રાથમિક રીતે બળાત્કારના કેસમાં ભોગ બનનારી કિશોરી જ્યારે પોતાની જુબાનીમાં હકીકત કહે તે સત્ય માની શકાય, પરંતુ જ્યારે વૈજ્ઞાનિક પુરાવા તેની વિરુદ્ધના હોય ત્યારે સત્ય બહાર લાવવા માટે પ્રયાસ થવો જોઇએ. 

શું છે સામૂહિક બળાત્કારની આ સમગ્ર ઘટના: કેસની વિગત અનુસાર, પંચમહાલના મોરવા હડફમાં 16 વર્ષની કિશોરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની હતી, જેમાં બનાવના દિવસે પોતાના ખેતરના બોરમાં પાણી ભરવા આવેલા સંજય ડામોર નામના યુવકનું પાણીનો ઘડો ઊંચકીને કિશોરી તેના ઘર સુધી મૂકવા ગઈ હતી. રાત્રે 8 વાગે ત્યાં જ ઊભેલા અજિતકુમાર ભગોરા અને વજેસંગ ડામોરે તેને પકડી નજીકમાં ખેંચી ગયા હતા.

જ્યાં એક આરોપીએ પકડી રાખી બીજાએ કપડાં કાઢી નાખી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરીને ગર્ભ રહી ગયો હતો અને 10મા ધોરણની પરીક્ષાની તૈયારી માટે રાજસ્થાન પોતાના સગાના ત્યાં ગઈ ત્યારે બાળકને જન્મ આપ્યો હતો. તેનો નિકાલ કરવા જતાં પોલીસના હાથે તે પકડાઈ ગઈ  હતી. ત્યાર બાદ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...