તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગરના મેયરના મામલે થયેલી રિટનો હાઇકોર્ટે નિકાલ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા ચૂંટાયેલા મેયર આજે જાહેર થાય તેવી શક્યતા 
  • પ્રવીણ પટેલે મેયર પદેથી રાજીનામું આપી દેતા હવે કેસમાં કોઇ તથ્ય નહીં બચ્યું હોવાની રજૂઆત ધ્યાને લેવાઇ

અમદાવાદ: ગાંધીનગરમાં મેયર તરીકે પ્રવીણ પટેલે આપેલા રાજીનામા બાદ હવે હાઇકોર્ટે આ કેસનો નિકાલ કર્યો છે. તેને પગલે સીલબંધ કવરમાં રહેલા મતો અને તેનું પરિણામ હવે જાહેર થઇ શકે છે. તેને કારણે આવતીકાલે ગુરુવારે આ પરિણામ જાહેર થવાની શક્યતા છે.
ગાંધીનગરના મેયર પ્રવીણ પટેલે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું
આ કેસની વિગત એવી છે કે, ભાજપાના ટેકાથી મેયર બનેલા પ્રવીણભાઇ પટેલને ગેરલાયક ઠેરવવા માટે હાઇકોર્ટમાં રિટ થઇ હતી. તેમજ પક્ષાંતર ધારા હેઠળ પણ કાર્યવાહી કરવા દાદ માગવામાં આવી હતી. જે કેસ ચાલી રહ્યો હતો, દરમ્યાન થોડા મહિના પહેલા જ ગાંધીનગરના મેયર પ્રવીણ પટેલે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમજ હાઇકોર્ટમાં અરજી કરી એવી રજૂઆત કરી હતી કે, તેમણે હવે રાજીનામું આપી દીધું હોવાથી આ કેસનો નિકાલ કરવામાં આવે.
હાઇકોર્ટના હુકમ સામે માગેલા સ્ટેને પણ હાઇકોર્ટે નકારી કાઢ્યો 
આ દરમ્યાન પટેલના રાજીનામાથી પડેલી ખાલી જગ્યા પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રવીણ પટેલ અને અન્ય એક સભ્યનો મત સીલબંધ કવરમાં રાખવા અને પરિણામ જાહેર નહીં કરી તેને સીલબંધ કવરમાં હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જે પગલે સીલબંધ કવરમાં પરિણામ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

લોકશાહીના હિતમાં હોવાથી સ્ટે આપવાનો ઇન્કાર કર્યો

આ કેસમાં હાઇકોર્ટે આજે કેસનો નિકાલ કરતા સીલબંધ કવરમાં અપાયેલા પરિણામને જાહેર કરવા સામેનો સ્ટે પણ ઉઠાવી લીધો છે. તેને પગલે આવતીકાલે ગુરુવારે ગાંધીનગરના નવા મેયરનું નામ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.ઉલ્લેખનીય છે કે, અરજદાર શૈલેન્દ્ર બિહોલાએ હાઇકોર્ટના હુકમ સામે માગેલા સ્ટેને પણ હાઇકોર્ટે નકારી કાઢ્યો હતો. તેમજ આ બાબત લોકશાહીના હિતમાં હોવાથી સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...