અમદાવાદ / 9 વર્ષના પુત્રે કોર્ટમાં કહ્યું, ‘સાહેબ, મારે મમ્મીને મળવું નથી, પપ્પા સાથે ખુશ છું’

Divyabhaskar.com

Mar 16, 2019, 03:33 AM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

 • માતાને મોબાઈલના વળગણથી ઘરમાં ઝઘડા થતાં પિયર રહેવા ચાલી ગઈ
 • બે પુત્રને મળવા દેવા કરેલી અરજી ફેમિલી કોર્ટે ફગાવી

વિજય ઝાલા, અમદાવાદ: પતિ પાસે રહેતા સગીરવયના પુત્રોને મળવા બેબાકળી માતાએ જયારે કોર્ટના દ્વાર ખટખટાવ્યા ત્યારે 9 વર્ષના પુત્રે કોર્ટ સમક્ષ હાજર થઇ કહ્યું કે, સાહેબ મારે અને મારા નાના ભાઇને માતાને મળવું જ નથી. અમે પિતા સાથે જ ખુશ છીએ અને તેમની સાથે જ રહીશું. સગીર  પુત્રની જુબાનીને ફેમિલી કોર્ટે ગ્રાહ્ય રાખી અઠવાડિયામાં બે વાર મળવા માટે માતાએ કરેલી અરજી ફગાવી દીધી હતી.

માતાની અરજી પછી કોર્ટે 9 વર્ષના પુત્રની જુબાની લઈ ફેંસલો કર્યો

મોડી રાત સુધી રવિના મોબાઇલ ફોન પર વાતચીત કરતી હતી
1.શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય સાવનના લગ્ન રવિના સાથે વર્ષ 2008માં મુજબ થયા હતાં. રવિના બે પુત્રની માતા બની હતી. સાવન પત્ની અને પુત્રોને સારું જીવન આપવા માટે તનતોડ મહેનત કરતો હતો. મોટા પુત્રને સારી સ્કૂલમાં મૂકી ટયુશનમાં પણ મૂકયો હતો. સાવન અને રવિનાના જીવનમાં મોબાઇલ ફોને કડવાશ ઊભી કરી. મોડી રાત સુધી રવિના મોબાઇલ ફોન પર વાતચીત કરતી હતી. આથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા.
2.

મોબાઇલ ફોનના વળગણે રવિના અને સાવનના જીવનમાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓ પેદા થઇ હતી. પતિ-પત્નીના રોજબરોજના ઝઘડાથી સગીર બાળકો પણ હેબતાઇ ગયા હતાં. સાવન અને રવિનાના  ઝઘડાઓ ચરમસીમાએ પહોચ્યા હતાં.

જેના કારણે રિસાઇને પિયરમાં રહેવા ગયેલી રવિનાને થોડા દિવસો બાદ  બે પુત્રોનો વિયોગ સંતાવતો હતો. 9 વર્ષ અને 5 વર્ષના પુત્રને મળવા માટે રવિનાએ ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે મળી ના શકી. આથી તેણે ફેમિલી કોર્ટમાં પુત્રોને અઠવાડિયામાં બે વાર મળવા માટે વચગાળાની અરજી કરી હતી.

3.

અરજીમાં એવી રજૂઆત કરાયેલી કે, તેના પતિ શંકાશીલ સ્વભાવના હોવાથી ચારિત્ર પર શક કરતા હતાં અને સાસરિયાઓની ચઢામણીથી મારઝૂડ કરતા હતાં. તેમજ મને અંધારામાં રાખી મારો  માબાઇલ ફોન ચેક કરતા હતાં. પતિની શંકાઓથી ત્રસ્ત થઇને કયાંય જઇ શકતી નહોતી. મારા ચારિત્ર પર શંકા રાખી માર મારીને પુત્રો વગર મને ઘરની બહાર કાઢી મૂકી હતી. 

4.

સગીર પુત્રોના પ્રેમથી વંચિત થઇ જવાથી માનસિક રીતે પડી ભાંગી છું. આથી ન્યાયના હિતમાં પુત્રોને મળવા દેવા માટે હુકમ કરવામાં આવે. સગીર પુત્રોને મળવા દેવા માટે કરેલી રવિનાની અરજીનો વિરોધ કરતા સાવનના એડવોકેટ અનિલ કેલ્લાએ દલીલ કરેલી કે, બન્ને પુત્રો પિતા પાસે ખુશ છે.

માતાને મળવું કે નહીં તે અંગે કોર્ટ સગીર બાળકોને જરૂરી પૃચ્છા કરી શકે છે. જો બાળકો માતાને મળવા ઇચ્છતા હોય તો અમને કોઇ વાંધો નથી. જો કે સગીર પુત્રની જુબાની કોર્ટે ગ્રાહ્ય રાખી માતા રવિનાની અરજી ફગાવી દીધી હતી.  ( પાત્રોનાં નામ બદલ્યાં છે.)

માતા વગર બાળકોને પ્રેમ મળતો હોવાની દલીલ
5.એડવોકેટ અનિલ કેલ્લાએ દલીલ કરી હતી કે, બન્ને પુત્રને કુદરતી અને નૈસર્ગિક પ્રેમ આ પરિવારમાં મળી રહ્યો છે. અને બાળકો પણ પિતા સાથે સંતુષ્ટ છે. અને તેઓ સમજદાર છે. અાથી તેઓ પોતાની માતાને મળવા ઇચ્છતા નથી. આથી સપ્તાહમાં 2 વાર મળવા માટેની અરજી ફગાવી દેવી જોઇએ.
બાળકની ઈચ્છા વિરુદ્ધ ચુકાદો અપાય તો વિપરીત અસર પડે: કોર્ટ
6.કોર્ટે માતાના અરજી ફગાવતા નોંધ્યું હતું કે, મોટા પુત્રને તેની ઇચ્છા અંગે પૃચ્છા કરી હતી. બાળક હોશિયાર જણાય છે. બાળકે પિતા સાથે રહેવાની ઇચ્છા વ્યકત કરી હતી. માત્ર માતા હોવાના કારણે બાળકને મળવાની તેને પરવાનગી મળે તે જરૂરી નથી. જો બાળકની ઇચ્છા વિરુદ્ધ તેની માતાને મળવા દેવાનો હુકમ કરવામા આવે તો બાળકના માનસ પર વિપરીત અસર થઇ શકે છે. સુપ્રીમ અને હાઇકોર્ટના વિવિધ ચુકાદા ધ્યાને લઇ બાળકના હિતમાં માતાને મળવા દેવાની અરજી ફગાવાય છે.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી