તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Election Commission Suspended The IAS Officer Who Checked The Modi Fleet In Odisha

ઓડિશામાં મોદીના કાફલાનું ચેકિંગ કરનાર IAS અધિકારીને ચૂંટણી પંચે સસ્પેન્ડ કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નિયમ મુજબ, SPGનું સુરક્ષા છત્ર મેળવનાર નેતાના કાફલાની જડતી લઈ શકાય નહિ
  • તલાશીને લીધે વડાપ્રધાને પંદર મિનિટ રોકાવું પડ્યું હોવાથી IAS મોહસિન સસ્પેન્ડ

દિલ્હી: બેફામ બોલનારાં નેતાઓ પછી ચૂંટણી પંચે ફરજ પરના અધિકારીઓ સામે પણ કડકાઈ દાખવી છે. મંગળવારે વડાપ્રધાન મોદી ઓડિશાના સંભલપુર ખાતે ચૂંટણી સભા સંબોધવા ગયા ત્યારે તેમના કાફલાની તલાશી લેનાર સનદી અધિકારી મહંમદ મોહસિનને ચૂંટણી પંચે સસ્પેન્ડ કર્યા છે. 
વડાપ્રધાને પંદર મિનિટ રોકાવું પડ્યું

મંગળવારે વડાપ્રધાન ઓડિશાના ચૂંટણી પ્રવાસે હતા ત્યારે સંભલપુર ખાતે જનરલ ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવતાં 1996ની બેચના IAS અધિકારી મહંમદ મોહસિને વડાપ્રધાનના હેલિકોપ્ટર સહિતના કાફલાની તલાશી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં વડાપ્રધાને પંદર મિનિટ રોકાવું પડ્યું હતું. 

સુરક્ષા છત્રના નિયમનો ભંગ
નિયમ મુજબ, સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)નું સુરક્ષા છત્ર ધરાવતા નેતાઓ અને તેમનો કાફલો રુટિન ચેકિંગમાંથી બાકાત રાખવામાં આવે છે. તેમ છતાં અધિકારી મહંમદ મોહસિને તલાશીનો પ્રયાસ કરતાં વડાપ્રધાનના કાર્યાલયે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. 
પંચની જાત તપાસ પછી અધિકારી સસ્પેન્ડ

ફરિયાદની ગંભીરતા પારખીને ચૂંટણી પંચે તરત એક તપાસ સમિતિને સંભલપુર મોકલી હતી, જ્યાં ફરિયાદમાં તથ્ય જણાતાં મહંમદ મોહસિનને તાકિદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 
અગાઉ પણ તલાશી લેવાયેલી છે

જોકે અગાઉ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપરાંત ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયકના કાફલાની પણ તલાશી લેવાયેલી છે, પરંતુ વડાપ્રધાનના કાર્યાલયની ફરિયાદ હોવાથી ચૂંટણી પંચ તરત હરકતમાં આવતાં ત્વરિત પગલાં લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...