આઈવીએફથી જન્મેલી બાળકીના બોનમેરોથી મોટા ભાઈ અને બહેનને થેલિસિમિયામાંથી મુક્તિ મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના ડોક્ટરોએ પરફેક્ટ HLA ધરાવતી બાળકીનો જન્મ કરાવ્યો, હવે બાળકીના HLA ભાઈ-બહેનને મળશે

અમદાવાદ: થેલિસિમિયાગ્રસ્ત બાળકોને રોગમુક્ત કરવા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત વધુ એક આશાનું કિરણ જન્મ્યું છે. અમદાવાદના  આઇવીએફ સેન્ટરે આઇવીએફ સારવારથી પરફેક્ટ  એચએલએ ધરાવતી બાળકીનો જન્મ કરાવ્યો છે, આ બાળકી પોતાના બોનમેરોથી થેલિસિમિયાગ્રસ્ત મોટા ભાઇ-બહેનને રોગમુક્ત કરશે. દેશમાં પરફેક્ટ એચએલએ ધરાવતું પ્રથમ બાળક જન્મ્યું હોવાનો ડોકટરનો દાવો છે.

આઇવીએફ નિષ્ણાત ડો. મનીષ બેંકર જણાવે છે કે, ગાંધીનગરનાં થેસિમિમિયા કરિયર માતા-પિતાને સાત વર્ષની થેલિલિસિમિયાવાહક દીકરી અને પાંચ વર્ષના થેલિસિમિયા મેજર દીકરાના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સલાહ અપાઇ હતી. પરંતુ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે અનુરુપ એચએલએ દાતા ન મળવાથી દંપતિએ પ્રી-જીનેટિક ડાયગ્નોસિસ અને સ્ક્રીનીંગ ટેસ્ટ-પીજીડી અને પ્રી-જીનેટીક સ્ક્રીનીંગ- પીજીએસ કરીને આઇવીએફથી સ્વસ્થ બાળકીનો જન્મ થયો છે. 

આ બાળકીના હ્યુમન લ્યુકોસાઇટ એન્ટિજેન થેલિસિમિયાગ્રસ્ત મોટા ભાઇ-બહેન સાથે મેચ થવાથી બાળકીનાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટથી મોટા ભાઇ-બહેનને રોગમુકત કરી તારણહાર સાબિત થશે. આ ટ્રીટમેન્ટથી પરફેક્ટ એચએલએ મેચ ધરાવતા દાતાની પળોજળ અને મોંઘી સારવારના બોજને બદલે આઇવીએફથી પરફેક્ટ એચએલએ મળી જતાં બાળકીનો બોનમેરો સગા ભાઇ-બહેન સાથે મેચ થાય છે.

ગર્ભનાળના લોહીથી સેલનું દાન કરાશે: એચએલએ ટાઇપિંગ માટે પીજીડી બાળક ધારણ કરવાની સ્થાપિત પ્રક્રિયામાં જન્મેલા બાળકની ગર્ભનાળમાંથી લોહી અથવા હિમેટોપોએટિક સેલનું દાન કરી પોતાના ભાઇ-બહેનને બચાવી શકે છે. અનુરૂપ ન હોય તેવા દાતાઓની સરખામણીમાં અનુરૂપ સગાસંબંધી દાતામાંથી હિમેટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશનથી આયુષ્યમાં વધારો થાય છે.

પ્રથમ ચક્રમાં જ ગર્ભ સફળતાથી ટ્રાન્સફર:  આઇવીએફ સારવારથી દંપતીના પરીક્ષણ માટે એકથી વધુ આઇવીએફ ચક્ર બાદ એકથી વધુ ઇંડાનું સર્જન કરાયું, જેમાંથી બનેલા 18 ગર્ભમાંથી એચએલએ-પીજીડી અનુરૂપ 1 ગર્ભને ટ્રાન્સફર કરાયું હતું. પ્રથમ ચક્રમાં જ ગર્ભ સફળતાપૂર્વક ટ્રાન્સફર થતાં સ્વસ્થ બાળકનો જન્મ થયો જે ભાઇ-બહેન માટે એચએલએ આઇડેન્ટીકલ ડોનર બનશે. - ડો. મનીષ બેંકર, આઇવીએફ સ્પેશ્યાલિસ્ટ