તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનમાં આતંકી કેમ્પ પર હવાઈદળના ભીષણ બોમ્બમારા પછી શહેરભરમાં ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 12 મિરાજ-2000 ફાઈટર વિમાનોએ એકસાથે બોમ્બમારો કર્યો હતો

અમદાવાદઃ પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ભારતીય સૈન્યે 13મા દિવસે બદલો લીધો હતો. પાકિસ્તાનમાં આવેલા સંખ્યાબંધ આતંકવાદી કેમ્પ પર મંગળવારે પરોઢિયે 3.30 વાગ્યાની આસપાસ ભારતીય હવાઈદળના 12 મિરાજ-2000 ફાઈટર વિમાનોએ એકસાથે બોમ્બમારો કર્યો હતો. ભારતીય હવાઈદળના આ શૌર્યના સમાચાર પ્રસિદ્ધ થતાં શહેરભરમાં લોકોમાં વિજયનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

મુસ્લિમભાઈઓએ પણ તિરંગા લહેરાવી ઉજવણી કરી

 

મણિનગર રેલવે સ્ટેશન પાસે યૂથ ફેડરેશન અને મહાદેવ યુવક મંડળના સભ્યો તેમજ લોકોએ તિરંગો લહેરાવી ભારતીય સૈન્યની વિરતાને બિરદાવી હતી. લાલ દરવાજા પાસે આવેલી સિદી સૈયદની જાળી ખાતે મુસ્લિમભાઈઓએ પણ તિરંગા લહેરાવી ઉજવણી કરી હતી. શહેરના અનેક સ્થળે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ‘ભારત માતા કી જય’ અને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા સાથે એરફોર્સના પાઈલોટોને બિરદાવ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં રાત્રે લોકોએ દીવા પ્રગટાવ્યા હતા. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો