બેય હાથમાં લાડવો / શંકરસિંહ ગોધરાથી NCPમાં અને સાબરકાંઠાથી પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં ચૂંટણી લડશે

divyabhaskar.com

Apr 02, 2019, 11:27 AM IST
શંકરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ વાઘેલાની ફાઇલ તસવીર
શંકરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ વાઘેલાની ફાઇલ તસવીર
X
શંકરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ વાઘેલાની ફાઇલ તસવીરશંકરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ વાઘેલાની ફાઇલ તસવીર

અમદાવાદ: કાયમ માટે ભાજપની B ટીમના કેપ્ટન તરીકે વગોવાયેલા દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા પરનું આળ આ વખતે પણ ફરી મૂકાય તેવી શક્યતા છે. NCPમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા આ વખતે પોતાની જૂની બેઠક ગોધરા પરથી ઉમેદવારી કરવા તૈયાર છે. જોકે શંકરસિંહના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપની ટિકિટ પર સાબરકાંઠાથી ઉમેદવારી કરે તેવી શક્યતા પણ બળવત્તર છે.
બંને બેઠકો પર વાઘેલાનું વર્ચસ્વ
1.સાબરકાંઠા અને ગોધરાની બેઠક પર શંકરસિંહ વાઘેલાનું કાયમી વર્ચસ્વ રહ્યું છે. સાબરકાંઠા બેઠકમાં ક્ષત્રિય અને ઠાકોર મતદારોની સંખ્યા ચાર લાખથી વધુ છે જ્યારે ગોધરા બેઠક પર પણ સાડા ચાર લાખથી વધુ ક્ષત્રિય મતદારો શંકરસિંહના સમર્થક મનાય છે. શંકરસિંહ અગાઉ ગોધરા બેઠક પરથી બે વાર ચૂંટણી લડી ચૂક્યા છે જ્યારે બાયડ વિધાનસભા બેઠક પરથી તેમના પુત્ર મહેન્દ્રસિંહ ધારાસભ્ય બની ચૂક્યા છે.
બે બેઠકની NCPની માગણી
2.હજુ સુધી કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠકોની વહેંચણી માટે એકમતી સાધી શકાઈ નથી. ત્રણ બેઠકોની માગણી કરનાર NCP ઓછામાં ઓછી બે બેઠકો તો મેળવશે જ. હાલ ગોધરા, સાબરકાંઠા અને પોરબંદર બેઠક તેમાં મુખ્ય મનાય છે. ગોધરા અથવા સાબરકાંઠા બેઠક પરથી શંકરસિંહ ઉમેદવારી કરી શકે છે. પોરબંદર લોકસભા બેઠક અંતર્ગત આવતી કુતિયાણા વિધાનસભા બેઠક પર NCP વતી કાંધલ જાડેજા ધારાસભ્ય છે, જેમનું પોરબંદર, કુતિયાણા, માંગરોળના મેર મતદારો પર સારું એવું વર્ચસ્વ છે.
પુત્રનો દેખીતો વિરોધ પણ અંદરખાને આશિર્વાદ
3.મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા ત્યારે શંકરસિંહે આકરી ટિપ્પણી કરી હતી. એ પછી મહેન્દ્રસિંહે ભાજપનો ત્યાગ કરવાનો દેખાડો ય કર્યો હતો. હવે ચૂંટણી આવતાં ફરી પાછું મહેન્દ્રસિંહને ભાજપ વિના સોરવતું નથી. નવનિયુક્ત રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચાર્જ લીધો ત્યારે મહેન્દ્રસિંહની હાજરી પણ સુચક ગણાઈ હતી. હાલ સાબરકાંઠા બેઠક પરથી મહેન્દ્રસિંહ ભાજપ તરફથી ઉમેદવારી કરે તે શક્યતા બહુ ઉજળી છે. જો એવું થશે તો બાપુએ બેય હાથમાં લાડવો રાખ્યો ગણાશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી