તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

130 કરોડની જનતાને પરમ સંતોષ મળે એવું કંઈક થાય: મોરારિ બાપુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુસ્લિમ બિરાદરોએ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા લગાવ્યા - Divya Bhaskar
મુસ્લિમ બિરાદરોએ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા લગાવ્યા
  • GMDCમાં ચોથા દિવસે બાપુએ પાક. સામે ભારતીય વાયુસેનાની કાર્યવાહીને બિરદાવી અને સૌના પરમ હિતની વાત કરી
  • રામકથામાં સદગુરુ જગ્ગી વાસુદેવ પણ હાજર રહ્યા

અમદાવાદ: જીએમડીસી ગ્રાઉન્ડમાં ગાંધીજીના 150મા જન્મ જયંતી વર્ષ અને નવજીવન ટ્રસ્ટનાં 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કસ્તુરબાના સ્મરણમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટના સહયોગથી આયોજિત માનસ નવજીવન રામકથાના મંગળવારે ચોથા દિવસે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન સામે કરવામાં આવેલી કાર્યવાહીને બિરદાવતા મોરારિ બાપુએ કહ્યું હતું કે, સવારે 3.30 વાગ્યે જે ઘટના બની તેનાથી આનંદ થયો.

આ સાથે તેમણે સૌ ભાવિકોને અમદાવાદના જન્મદિવસની શુભકામના પણ પાઠવી. મારું એક મંતવ્ય આપ નોંધ લો સૌનું પરમહિત થાય. હું વ્યાસપીઠનો માણસ છું, રાજપીઠનો માણસ નથી. ત્રણ વખત બોલું છું. સૌનું પરમ હિત થાય. અને 130 કરોડની જનતાને પરમ સંતોષ થાય તેવું કંઈક થાય.

માનસ નવજીવન રામકથામાં મંગળવારે પૂજ્ય મોરારિ બાપુએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે,  રામાયણ કેવલ ધાર્મિક ગ્રંથ નથી, વન ગ્રંથ છે. એક ધર્મના વાડામાં બાંધી ન શકો, એક વાડામાં બાંધે છે. રામાયણ સ્વયં માતાપિતા છે, જે સંસ્કાર, શિક્ષણ અને સંરક્ષણ કરે છે. સૌનું પરમ હિત થાય અને 130 કરોડની જનતાને પરમ સંતોષ થાય એવું કંઈક થાય.

રામ બ્રહ્મ છે કે સામાન્ય માનવી, તેવો પ્રશ્ન ઉઠાવીને પૂ. મોરારિ બાપુએ જણાવ્યું કે, રામ બ્રહ્મ પણ છે અને સરળ, સીધા, સામાન્ય, માનવતાયુક્ત, સત્ય-કરુણાવાળા માનવ પણ છે. ગાંધીજીએ રામનું બ્રહ્મપણું સ્વીકાર્યું અને માનવપણાને પણ આવકાર્યો. ગાંધીજીએ કહ્યું હતું કે, મારે રામરાજ્યની સ્થાપના કરવી છે. ગાંધી બાપુ સાથેના જે પ્રવાહો હતા,

તેમાં ઘણા મહાપુરુષો આવ્યાં તેમાંથી વિનોબાનું સાહિત્ય વાંચવું જોઈએ તેવી આગ્રહપૂર્ણ અપીલ કરતાં તેમણે જણાવ્યું કે, વિનોબાનું સાહિત્ય વાંચવાથી ગાંધી સમજાશે. તેમના વિચારો, તેમનું મનોમંથન છે. પોતાના ફેફસાંને ઢંઢોળીને બોલે એ સત્ય કહેવાય. આપણે બધા બજારમાં ઊભા છીએ, અહીંયાં બધું વેચાય છે, આપણે પોતે પણ. હરીશચંદ્ર રાજા સત્ય માટે વેચાયા, આપણે પ્રસિદ્ધિ માટે વેચાયા છે.

મંગળવારે રામકથામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, આધ્યાત્માનંદજી સહિતના સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. માનસ નવજીવન રામકથામાં આધ્યાત્મિક સદગુરુ જગ્ગી વાસુદેવ હાજર રહ્યા હતા. તેમણે કથા મંડપમાં ઉપસ્થિત ભાવિકોને આશીર્વચન આપતા ભગવાનશ્રી રામ અને મહાત્મા ગાંધીજીની વાત કરીને તેમનામાંથી પ્રેરણા મેળવી જીવન જીવવાની કળા બતાવી હતી.

જમાલપુર દરવાજા ખાતે મુસ્લિમ બિરાદરોએ ‘હિન્દુસ્તાન જિંદાબાદ’ પોસ્ટર સાથે પોતાની ખુશી વ્યક્ત કરીને ભારત માતાની જય બોલાવી હતી. તેમ જ તેમણે ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના પણ નારા લગાવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો