શહિદ કથાના ભાગરૂપે 27મીએ અમદાવાદમાં ‘રન વિથ સોલ્જર’ મેરેથોન, 20 હજાર યુવાનો શહિદોના માનમાં દોડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લી શહિદ કથાની ફાઈલ તસવીર - Divya Bhaskar
છેલ્લી શહિદ કથાની ફાઈલ તસવીર
અમદાવાદઃ ભારતની સરહદે આપણી રક્ષા માટે શહિદ થનાર પરિવારોને સમાજમાં વિશેષ સન્માન મળે અને આજના યુવાનો દેશની સેવામાં સૈન્ય સાથે જોડવા તત્પર બને તે હેતુથી 23થી 25 માર્ચે અમદાવાદના નિકોલમાં યોજાનાર શહિદ કથાના ભાગ રૂપે 27મી જાન્યુઆરીએ ‘રન વિથ સોલ્જર’ મેરથોન યોજાશે. શહિદ કથા ટીમ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર મેરેથોનમાં 20 હજારથી વધારે યુવાનો શહિદોના માનમાં દોડશે.

ગુજરાતમાં સૌપ્રથમ વખત આ પ્રકારે શહિદોના સન્માન માટે મેરેથોનનું આયોજન થયું છે. આ મેરેથોનમાં 5,10 અને 21 કિમી એમ ત્રણ રૂટ હશે. મેરેથોનની શરૂઆત ગુજરાત યુનિ.ના સરદાર પટેલ સ્પોર્ટ્સ સિટીથી ફ્લેગ ઓફ થશે. મેરેથોનમાં રજીસ્ટ્રેશન કરવા આ લિંક પર ક્લિક કરો- http://alumni.gujaratuniversity.ac.in/rws   

બોડર સિક્યુરીટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સ્ટેટ રિઝર્વ પોલીસ અને ગુજરાત પોલીસ સહિત 4 હજાર જવાનો મેરેથોનમાં દોડશે. પોલીસ અને લોકો વચ્ચે સામજિકતાનો સેતું બંધાય અને વધુમાં વધુ યુવાનો સૈન્યમાં જાય હેતુથી જવાનો ભાગ લેશે.