તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીમાં વાહન ભાડે નહીં મળતા RTOએ 10% ભાવ વધારો આપ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રાવેલ્સ કંપનીઓએ વાહન ભાડે આપવાનો ઈન્કાર કર્યો હતો
 • ઉચ્ચ કક્ષાએ રજૂઆત પછી દરેક વાહનોમાં પ્રતિ દિવસ 300 કિલોમીટર પ્રમાણે ભાવ નક્કી કરાયા
અમદાવાદ: આગામી લોકસભાની ચૂંટણીમાં વાહનો ભાડે મેળવવા માટે આરટીઓ કચેરી દ્વારા ક્વાયત હાથ ધરાઇ હતી. પરંતુ વાહનના ભાડામાં વધારો આપવામાં નહીં આવતા ટ્રાવેલ્સ કંપનીઓએ વાહન ભાડે આપવા ઇન્કાર કરી દીધો હતો.

બીજીતરફ માર્ચમાં ગમે ત્યારે ચૂંટણીઓ જાહેર થઇ શકે છે. જેની જિલ્લા કલેક્ટર દ્વારા તૈયારીઓ પણ ચાલી રહી છે. આ તૈયારીના ભાગરૂપે ચૂંટણીમાં વાહનો ભાડે મેળવવા માટે ટ્રાવેલ્સ કંપનીઓને જાણ કરી હતી. કંપનીના હોદ્દેદારોએ ચૂંટણીમાં ભાડે વાહનોના દરમાં વધારો કરવા માંગ કરી હતી. જે અંગે ચર્ચા વિચારણા ચાલી રહી હતી.

દરમિયાન ઉચ્ચકક્ષાએ પણ આ અંગે ચર્ચા વિચારણા કરાઇ હતી. ચર્ચા બાદ 10 ટકા ભાવ વધારો આપવા સમંતિ દર્શાવાઇ હતી. ચૂંટણીમાં વિવિધ પ્રકારના વાહનોનો ઉપયોગ કરાય છે. જેથી તમામ વાહનોમાં પ્રતિ દિવસ 300 કિમી.ભાવ વધારા બાદ વાહનો ભાડે આપવા ટ્રાવેલ્સ કંપનીઓ સંમત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા કે લોકસભા ચૂંટણીમાં જ્યારે ખાનગી વાહનો ભાડે લેવામાં આવતાં હોય છે ત્યારે સમયસર તેનું પેમેન્ટ મળતું નથી જેને પગલે ખાનગી વાહનમાલિકો દર વખતે વધુ ભાડાંની માગણી કરે છે. આ વખતે પણ આ જ પ્રકારે અગાઉથી માગણી કરતા અંતે આરટીઓએ તેમની રજૂઆત ગ્રાહ્ય રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો