તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં એટ્રોસિટીના 215 કેસ ખોટા થયા હોવાનો ઘટસ્ફોટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • RTIના જવાબમાં ખુલાસો, સૌથી વધુ ખોટી ફરિયાદો અમરેલીમાં 
 • અનુસૂચિત જાતિ, જનજાતિ પર અત્યાચારની 30 વર્ષમાં 37798 ફરિયાદ
 • 13 જિલ્લા તથા એક કમિશનર કચેરીએ માહિતી આપી 
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષમાં 37798 એટ્રોસિટી અંગેની ફરિયાદો થઇ હતી, જેમાંથી 215 કેસો ખોટા થયા (બી સમરી) હોવાની હકીકતોનો પર્દાફાશ આરટીઆઇના જવાબમાં થયો છે. 

નવાઇની વાત તો એ છે કે, ગુજરાતના 13 જિલ્લા તથા એક શહેર પોલીસ કમિશનર કચેરીએ આરટીઆઇ એક્ટ હેઠળ માહિતી આપી હતી. તેમાં 164 પોલીસ મથકોએ તો માહિતી નીલ હોવાનું જણાવ્યું છે. જ્યારે સાત જિલ્લાઓએ તો એક વર્ષથી વધુ સમય થવા છતાં વિગતો આપી નથી. અનુસૂચિત જાતિ અધિકાર સમિતિના સંયોજક કિરીટ રાઠોડે જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં એટ્રોસિટી અંતર્ગત ખોટી ફરિયાદ થતી હોવાનો મુદ્દો આવ્યો હતો.

જેના પગલે તેમણે અનુસૂચિત જાતિ તથા જનજાતિ પર અત્યાચાર અંગેના 1989થી જુલાઇ-2018 સુધીમાં કેટલાં ગુના નોંધાયા તેમાંથી કેટલાં કેસોમાં પોલીસે બી સમરી (ખોટી ફરિયાદ) રિપોર્ટ ફાઇલ કર્યો હતો તે અંગેની માહિતી આરટીઆઇ એક્ટ હેઠળ 19 મે-2018ના રોજ મુખ્યમંત્રી કાર્યાલયમાં અરજી કરીને વિગતો માંગી હતી. જેમાં ઉક્ત અધૂરી વિગતો પ્રાપ્ત થઇ હતી.

કાયદા વિભાગે તો આજદિન સુધી જવાબ નહીં આપીને વિભાગે ખુદ આરટીઆઇ એક્ટનો ભંગ કર્યો છે. રાજ્યમાં કેટલી ફરિયાદો થાય છે તે આરટીઆઇમાં મળેલી માહિતીમાં સ્પષ્ટ થાય છે. ઉપરાંત ભાવનગર, ડાંગ, ખેડા, મહીસાગર, નવસારી, વડોદરા અને તાપી સહિતના જિલ્લાઓએ માહિતી આપી ન હતી. 

 • પૂર્વ-કચ્છ,ગાંધીધામ 07 
 • અમદાવાદ શહેર 05 
 • પાટણ 18 
 • સાબરકાંઠા 01 
 • રાજકોટ ગ્રામ્ય 08 
 • પશ્ચિમ-કચ્છ ભૂજ 15 
 • જામનગર 31 
 • મહેસાણા 26 
 • જૂનાગઢ 30 
 • પોરબંદર 19 
 • અમરેલી 38 
 • સુરત ગ્રામ્ય 03 
 • ગીર સોમનાથ 09 
 • બનાસકાંઠા 02 
 • અમદાવાદ પશ્ચિમ રેલવે 03 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો