ખાનગીકરણ / ચૂંટણી જાહેર થતાં એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા અટકી

Divyabhaskar.com | Updated - Mar 15, 2019, 02:30 AM
અમદાવાદ એરપોર્ટની ફાઈલ તસવીર
અમદાવાદ એરપોર્ટની ફાઈલ તસવીર

  • તાજેતરમાં અમદાવાદ સહિતના એરપોર્ટ અદાણીને સોંપાયા હતા
  • લોકસભા ચૂંટણીમાં વિવાદ ન થાય તેથી નોટિફિકેશન જાહેર ન થયું


અમદાવાદ: અમદાવાદ સહિત દેશના 6 એરપોર્ટના સંચાલન અદાણીને માર્ચમાં સોંપવાનું હતું ચૂંટણી જાહેર થતાં આ પ્રક્રિયા અટકી ગઈ છે. હવે કેન્દ્રની નવી સરકાર બન્યા બાદ મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાશે.
અગાઉ અદાણીને સોંપવાના નિર્ણય થતાં એરપોર્ટના કર્મચારી યુનિયને વિરોધને કર્યો હતો. જેથી આ મુદ્દે લોકસભા ચૂંટણીમાં કોઈ વિવાદ ઊભો ન થાય તે માટે સરકારે હાલ આ નિર્ણય અટકાવ્યો છે.

નવેસરથી નોટિફિકેશનની પ્રક્રિયા હાથ ધરાશે: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંચાલિત અમદાવાદ, જયપુર, લખનઉ, થિરૂવનંતપુરમ, મેંગલુરુ અને ગુવાહાટી એરપોર્ટનું ખાનગીકરણ કરવા ફેબ્રુઆરીમાં ટેન્ડર બહાર પાડ્યા હતા જેમાં અદાણી ગ્રુપ દ્વારા સૌથી વધુ પેસેન્જર દીઠ ચાર્જ ચુકવવાની જાહેરાત કરાતા આ તમામ એરપોર્ટ તેના ફાળે ગયું હતું. આ પછી કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ નોટિફિકેશન બહાર પાડવાનું હતું. પરંતુ લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દે વિવાદ થાય તેવી શક્યતા જણાતા ખાનગીકરણની પ્રક્રિયાને કેબિનેટમાં રજુ ન કરતા મંજૂરી અટકી ગઈ હતી. હવે નવી સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ નવેસરથી નોટિફિકેશનની પ્રક્રિયા હાથ ધરાશે.

X
અમદાવાદ એરપોર્ટની ફાઈલ તસવીરઅમદાવાદ એરપોર્ટની ફાઈલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App