તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘પાકિસ્તાન સ્લિપર સેલ થકી હુમલો કરાવી શકે છે’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈમરાનખાનની ફાઈલ તસવીર - Divya Bhaskar
ઈમરાનખાનની ફાઈલ તસવીર
  • પાકિસ્તાનની અવળચંડાઈ વિશે એરફોર્સના પૂર્વ વિંગ કમાન્ડર અભિષેક મતિમાને જણાવ્યું

અમદાવાદ: ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની વિસ્તારમાં આતંકી કેમ્પો પર હુમલો કરીને જે રીતે જવાબ આપ્યો છે તે જોતાં પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ નહીં કરે, પરંતુ નાગરિકોએ સતર્ક રહેવું પડશે. આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ને ડિફેન્સના પૂર્વ પ્રવક્તા અને વિંગ કમાન્ડર અભિષેક મતિમાને જણાવ્યું હતું કે, પાકિસ્તાનનો સ્લિપર સેલ દરેક રાજ્યમાં અને શહેરમાં છે. આ સ્લિપર સેલ દ્વારા હુમલો કરાવીને દેશને અને નાગરિકોને નુકસાન પહોંચાડી શકે છે. આમ જાહેર સ્થળો પર શંકાસ્પદ વસ્તુઓ કે શંકાસ્પદ વ્યક્તિની જાણકારી પોલીસને કરવા સલાહ આપી છે.

 

દરેક કોમ વચ્ચે શાંતિ બની રહે તેવા પ્રયાસો બનાવા જોઇએ


વધુમાં મતિમાને જણાવ્યું હતું કે, નાગરિકોએ સોશિયલ મીડિયા પર ફરતા મેસેજ ઉપર વિશ્વાસ ન કરવો જોઇએ. લોકોએ અફવાઓ પર ધ્યાન ન આપીને શાંતિ અને ધીરજ રાખવી જોઇએ. સોશિયલ મીડિયા દ્વારા બેંકમાંથી પૈસા ઉપાડી લેવા કરિયાણું ભરાવી લેવા જેવી વાતો ફેલાય છે. આ ઉપરાંત દરેક કોમ વચ્ચે શાંતિ બની રહે તેવા પ્રયાસો બનાવા જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો