અમદાવાદ / મતદાર યાદીમાં નામ કમી, વોટર સ્લિપ, ચૂંટણી કાર્ડ ન મળ્યાની 1600 ફરિયાદ

DivyaBhaskar.com

Apr 24, 2019, 02:46 AM IST
Name of the voter list, water slip, 1600 complaints of non-receipt of election card

 • કેટલાક મતદાન મથકો પર વેઇટિંગ રૂમ અને ખુરશીઓ પણ નહોતી
 • જોકે ફરિયાદો ઓછી થઈ હોવાનો જિલ્લા ચૂંટણી અધિકારીઓનો દાવો
 • જમાલપુર, દરિયાપુર, શાહપુર અને જુહાપુરા વિસ્તારોમાં નામ ન હોવાની સંખ્યા વધુ રહી

અમદાવાદઃલોકસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા લાખોનો ખર્ચ કરાયો હતો, પરંતુ મતદારોની વ્યાપક ફરિયાદો આવતા તમામ દાવા ખોટા પડી ગયા છે. મતદાન મથકે મેડિકલ ટીમ નહીં હોવાની, મતદાર યાદીમાં નામ ન હોવા સહિત ચૂંટણી કાર્ડ નહીં મળ્યાની 1600 ફરિયાદો આવી હતી. જોકે ચૂંટણી અધિકારીઓએ ઓછી ફરિયાદો થઈ હોવાનું જણાવ્યું હતું.

અમદાવાદ શહેર અને જિલ્લાના કેટલાક મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં જ દસ મિનિટનો સમય વહી ગયો હતો. લોકોએ હોબાળો કરતા મતદાન શરૂ કરી દેવાયું હતું. જિલ્લા ચૂંટણી તંત્રએ કહ્યું હતું કે મતદાન મથકે વેઇટિંગરૂમ, મેડિકલ ટીમ, પાણીની વ્યવસ્થા, માર્ગદર્શન માટે સાઇન બોર્ડ હશે, પરંતુ મતદાનના દિવસે તમામ દાવાની પોલ ખુલ્લી પડી ગઇ હતી. કેટલાક મતદાન મથકે મતદારો માટે વેઇટિંગરૂમ ન હતો. લોકો માટે બેસાની ખુરશીઓ ઓછી હતી તો કેટલાકમાં ખુરશીઓ જ ન હતી.

કેટલાક મથકે મેડિકલ ટીમ ન હોવાની પણ ફરિયાદો હતી. મતદાર યાદીમાં નામ નહીં હોવા સહિત ફોટો વોટર સ્લિપ અને ચૂંટણી કાર્ડ નહીં મળ્યાની અંદાજે 1600 જેટલી ફરિયાદો મળી હતી. મતદાર યાદીમાં નામ નહીં હોવાની રજૂઆત કલેક્ટર કચેરી સુધી લોકોએ રજૂઆત કરી હતી. કેટલાક સ્થળોએ મોટી સંખ્યામાં મતદારો યાદીમાં દૂર થઇ ગયા હોવાનું પણ બહાર આવ્યું હતું. કંટ્રોલરૂમના અધિકારીઓ ફરિયાદોનો આંકડો છુપાવી રહ્યા હતાં તેમજ ઓછી ફરિયાદો થઈ હોવાનું જણાવી રહ્યા હતા.

કોટ વિસ્તારમાં મતદારોનાં નામ યાદીમાંથી ગાયબ થતાં રોષ

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં સંખ્યાબંધ મતદારોના નામ મતદારયાદીમાં નહીં હોવાના કારણે તેઓ મતદાન કરવાથી વંચિત રહ્યા હોવાની ઘટનાઓ બહાર આવી હતી. જમાલપુર, દરિયાપુર, શાહપુર અને જુહાપુરા વિસ્તારમાં આવા મતદારોની સંખ્યા વધુ રહી હતી.

જમાલપુરમાં રહેતા અબ્દુલ રહેમાન ખાન પઠાણ તથા તેમના ભાઈ બિસ્મીલ્લાહ ખાનનો મળી 20 સભ્યોનો પરિવાર છે. આ પરિવારમાં 17 લોકો મતદાર છે. પરંતુ માત્ર અબ્દુલ રહેમાન ખાનને બાદ કરતા તેમના પરિવારના એકપણ સભ્યના નામ મતદારયાદીમાં નહીં હોવાથી તેમનો પરિવાર મત આપી શક્યો નહતો. આ અંગે અબ્દુલરહેમાન ખાને જણાવ્યું હતું કે, એવું નથી કે અમને આજે ખબર પડી હોય કે અમારા પરિવારજનોના નામ યાદીમાં નથી.

થોડા દિવસો પૂર્વે મતદારયાદી ચકાસણી કર્યા પછી નામ નહીં જણાતા મે કલેક્ટર કચેરીમાં આ અંગેની અરજી પણ કરી હતી. જોકે મતદાનના દિવસ સુધી અમને કોઈ પરિણામ મળ્યું નથી.આ જ પ્રમાણે જુહાપુરાના મનસૂરી મોહંમદ એજાજ તેમની પત્ની હુસેનાબાનુ અને પિતા નજીર અહેમદ એમ સમગ્ર પરિવારના નામો મતદારયાદીમાંથી ગુમ થઈ ગયા હોઈ તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા નહતા.નોંધનીય છે કે, આ પરિવારે ગત વિધાનસભામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

X
Name of the voter list, water slip, 1600 complaints of non-receipt of election card
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી