તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂથી વધુ એક મોત, 24 કલાકમાં 29 નવા કેસ નોંધાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફેબ્રુઆરીમાં જ શહેરમાં 18 લોકોનાં મોત અને 641 કેસ

અમદાવાદ: મંગળવારે એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂના નવા 29 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથે સારવાર લઇ રહેલા એક વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક 20 થયો છે. મ્યુનિ. હેલ્થ વિભાગના જણાવ્યા અનુસાર, 2019ના બે મહિનામાં જ સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસની સંખ્યા 854 થઇ છે. 

 

24થી 48 કલાકમાં સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસની સંખ્યા વધે તેવી આશંકા

 

છેલ્લા 24 કલાકમાં જ શહેરમાં સ્વાઈન ફ્લૂના નવા 29 કેસ નોંધાવા સાથે મહિનાના કુલ કેસની સંખ્યા 641 થઇ છે. ચાલુ મહિનામાં જ મોતનો આંક 18 થઇ ગયો છે. સ્વાઇન ફ્લૂ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો પારો ગગડ્યો હતો. જેથી ફરી આગામી 24થી 48 કલાકમાં સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસની સંખ્યા વધે તેવી આશંકા સાથે નાગરિકોને સતર્ક રહેવા અને જેમને શરદી-તાવ હોય તેમને તાત્કાલીક અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ કરાવી લેવા હેલ્થ વિભાગે અનુરોધ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો