તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેટ્રોની પહેલી ટનલનું કામ 10 મહિનામાં પૂર્ણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • એપરલ પાર્કથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી 2.5 કિમીની ટનલનું કામ 5 એપ્રિલથી શરૂ થયું હતું

અમદાવાદ: મેટ્રો ટ્રેનના રૂટમાં એપરલ પાર્કથી શાહપુર સુધીના 6.5 કિલોમીટર રૂટ પર ચાર ટનલ બોરિંગ મશીનની મદદથી ટનલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં એપેરલ  પાર્કથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીના 2.5 કિલોમીટર રૂટ પર પહેલી ટનલની કામગીરી 5 એપ્રિલથી જ્યારે બીજી ટનલની કામગીરી 20 જૂન 2018ના રોજ શરૂ થયેલી કામગીરી 25 ફેબ્રુઆરી 2019ના રોજ પૂર્ણ થઈ છે. જેના પગલે ટનલના નિર્માણમાં લગભગ 60 ટકા કામ પૂર્ણ થયું છે. સ્ટેશન, ટ્રેક પ્લીન્થ સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ થયા બાદ આ વર્ષના અંત સુધીમાં મેટ્રો ટ્રેન વસ્ત્રાલ ગામથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી શરૂ કરી દેવાય તેવી શક્યતા છે. આ સાથે 4થી માર્ચે PM મોદી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. 

બીજી બાજુ કાલુપુર રેલવે સ્ટેશનથી શાહપુર સુધી લગભગ 4 કિલોમીટરના રૂટ પર ઓગસ્ટ 2018માં બન્ને ટનલની કામગીરી શરૂ કરાઈ હતી જે લગભગ ઘીકાંટા સુધી એટલે કે 2 કિલોમીટર જેટલી તૈયાર કરી દેવાઈ છે. જ્યારે બાકીની કામગીરી પણ આગામી 6 મહિનામાં પૂર્ણ કરી દેવાશે. આ ટનલ જમીનમાં 17થી 18 મીટર નીચે તૈયાર કરવામાં આવી છે.

 • એક ટનલની કામગીરી 100 મીટર પૂર્ણ થયા બાદ જ બીજી ટનલની કામગીરી શરૂ થઇ. 
 • એપેરલ પાર્કથી કાલુપુર સુધી 1.65 કિલોમીટર લાંબી ટનલ.
 • કાલુપુરથી શાહપુર સુધી 4 કિલોમીટર લાંબી ટનલમાં 3.30 કિલોમીટર લાંબી ટનલનું કામ ચાલુ, હાલ ઘીકાંટા સુધી લગભગ 2 કિલોમીટર જેટલું પૂર્ણ. 
 • શાહપુર ખાતે 260 મીટર લાંબુ અને ઘીકાંટા ખાતે 170 મીટર લાંબુ સ્ટેશન બનશે.
 • કાંકરિયા ખાતે 260 મીટર અને કાલુપુર ખાતે 220 મીટર લાંબુ સ્ટેશન બનશે.
 • બે ટનલ વચ્ચે 6.50 મીટર અંતર.
 • ટનલમાં 1.20થી 1.40 મીટર લાંબા અને 275 મિમી.  થિકનેસ ધરાવતા સેગમેન્ટ રહેશે.
 • ટનલની બહારનો ડાયામીટર- 5.80 મીટર
 • ટનલની અંદરનો  ડાયામીટર- 6.35 મીટર
 • જમીનમાં ખોદવામાં આવેલી ટનલ- 17થી 18 મીટર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો