તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છ જિલ્લા સહકારી બેન્કના ડાયરેક્ટર જયંતી ઠક્કર ઉર્ફે ડુમરાની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયંતી ભાનુશાળીની ફાઈલ તસવીર - Divya Bhaskar
જયંતી ભાનુશાળીની ફાઈલ તસવીર
  • છબીલ અને જયંતી ઉર્ફે ડુમરાએ ભેગા મળી હત્યાનો પ્લાન ઘડ્યો હતો

અમદાવાદઃ  પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં કચ્છના મોટા વેપારી જયંતી ડુમરાની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે. જયંતી ડુમરા છબીલ પટેલનો ભાગીદાર હોવાનું કહેવાય છે. ભાનુશાળીની હત્યા માટે ભાડુતી હત્યારાઓને ચૂકવાયેલી રકમમાં 5 લાખનો હિસ્સો જયંતી ડુમરાએ આપ્યો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. છબીલની પૂછપરછમાં જયંતી ડુમરાનું નામ ખૂલ્યું હતું.

સીટે છબીલ પટેલની કરેલી પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે, મૃતક જયંતી ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે રાજકીય સ્પર્ધાના કારણે મનદુખ હોઈ તેમણે મનીષા ગોસ્વામી, સુજીત ભાઉ તથા તેમની ગેંગનો સાથ લઈ જયંતિ ભાનુશાળીને બદનામ કરવા માટે પ્લાન ઘડ્યો હતો. જે અંતર્ગત ભાનુશાળી સામે સુરતમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જો કે સમાજના આગેવાનીની મધ્યસ્થીથી આ કેસમાં બંને વચ્ચે સમાધાન થયું હતું અને ભાનુશાળીનો છુટકારો થયો હતો.

આ બનાવ બાદ બંને વચ્ચે મનદુખ વધી ગયું હતું જેમાં વળતા ધા તરીકે જયંતી ભાનુશાળીએ છબીલ પટેલ સામે દિલ્હીમાં દુષ્કર્મની ફરિયાદ ઊભી કરાવી હતી. બીજી બાજુ છબીલ પટેલના સાથી જયંતી ઠક્કર ઉર્ફે જયંતી ડુમરાએ  કે.ડી.સી.સી. બેંકમાં કરેલા આર્થિક વ્યવ્હારો બાબતે ચાલતી તપાસ પરનો સ્ટે ભાનુશાળીએ ઉઠાવવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચકયો હતો. અને જયંતી ડુમરા તથા છબીલ પટેલે હત્યાનું કાવતરૂ ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 8 જાન્યુઆરીએ જયંતી ભાનુશાળીની હત્યા કરી હતી.

જયંતી ડુમરાને આજે ભચાઉ કોર્ટમાં રજૂ કરાશે: સીઆઈડી ક્રાઈમની ટીમ શુક્રવારે ભાનુશાળી હત્યાકેસના આરોપી જયંતી ઠકકર ઉર્ફે ડુમરાને રિમાન્ડ માટે ભચાઉ કોર્ટમાં રજૂ કરશે તેમ સીઆઈડીના સૂત્રોએ જણાવ્યુ હતું.

ડુમરાએ કહ્યું હતું ભાનુશાળીને પતાવવો પડે: ભાનુશાળીએ સમાધાન કર્યા બાદ છબીલ સામે ફરિયાદ દાખલ કરાવી અને જયંતી ઠક્કર ઉર્ફે ડુમરાના આર્થિક વ્યવ્હારોની તપાસ પરનો સ્ટે ઊઠે તે માટે પ્રયાસો કરતા ડુમરાએ છબીલને કહ્યું હતું કે, હવે તો આને પતાવી દેવો પડે અને ત્યારબાદ તેમણે સુજીત ભાઉ અને અન્યોને હત્યાની સોપારી આપી એડવાન્સ પેટે રૂા. 5 લાખ પણ ચૂકવી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...