તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગદીશ ઠાકોરને નહીં નડું પણ બન્ને પક્ષને હેરાન કરતો રહીશ: અલ્પેશ ઠાકોર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્ય અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મંત્રી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યાં બાદ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે તેઓ પાટણના કોંગ્રેસી ઉમેદવાર જગદીશ ઠાકોરની વિરુદ્ધ કામ નહીં કરે. ઉલ્લેખનીય છે કે ઠાકોરે કોંગ્રેસના આલા-કમાન સાથે જગદીશ ઠાકોરને બદલે પોતાને ટિકિટ મળે તે માટે સંપૂર્ણ જોર અજમાવ્યું હતું. 
  • ઠાકોર સાથે ચિંતન આચાર્યની  વાતચીતના અંશો
ભાસ્કર : જગદીશ ઠાકોર સામે તમારો વાંધો હતો  હવે ખૂલીને વિરોધ કરશો?
અલ્પેશ : મને ઠાકોર સમાજના આગેવાનો મારા માટે સન્માનનીય છે અને એમનો કોઇ વિરોધ નથી. એવું કરીને હું મારા સમાજનો દ્રોહ ન કરી શકું. ઠાકોર સમાજના કોઇપણ વ્યક્તિ વિરુદ્ધ કામ નહીં કરું.બનાસકાંઠા લોકસભા-ઊંઝા વિધાનસભામાંં કોંગ્રેસ- ભાજપને હરાવવા પ્રયાસ કરીશ.  
ભાસ્કર : શું તમે ભાજપની સાથે ખાનગીમાં હાથ મિલાવી લીધો?
અલ્પેશ : હું હજુ પણ કહું છું કે હું ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી નથી રહ્યો કારણ કે મારે પણ હજુ પાંચ વર્ષ લોકોની સેવા કરવી છે, પણ ત્યાં સુધી હું વિધાનસભામાં શાસકપક્ષ અને વિરોધપક્ષ બન્નેના એજન્ડાનો વિરોધ કરીશ.
ભાસ્કર : ભાજપમાં જોડાવવાની વાતો ચાલી રહી છે, શું ડીલ થઇ છે? 
અલ્પેશ : હું ભાજપમાં જવાનો નથી. કોઇ લાલચ કે હોદ્દા માટે હું કોઇ પગલું નહીં ભરું. પાંચ વર્ષ પૂરા કરીને હું જોઇશ અને 2022 માં ગુજરાતનો નાથ કોણ બને તેના માટે હું મૂળિયા નાખીશ. હું ભલે નેતા ન હોઉં પણ બહાર રહીને પ્રજાના સમર્થનથી બીજાને નેતા બનાવીશ. 
ભાસ્કર : તમારા પિતાના ગુરુ શંકરસિંહ વાઘેલાના જીવનમાંથી બોધપાઠ લેશો?
અલ્પેશ : હું રાજકીય આટાપાટા કરીને નિર્ણય લેવાવાળો નથી. હું નિખાલસ વ્યક્તિ છું અને દિલથી નિર્ણય લઉં છું. મારી અને મારા સાથીઓની સતત અવગણનાને કારણે હવે હું આ પગલું લઇ રહ્યો છું. હવે હું રાહ જોઉં છું કે કોંગ્રેસ શું કરે છે. તેઓ ચાહે તો વિધાનસભા અધ્યક્ષને મળીને અમને ધારાસભ્યપદેથી દૂર કરવા રજૂઆત કરી શકે છે. 
ભાસ્કર : દોઢ વર્ષમાં એવું શું થયું કે કોંગ્રેસને હવે અલ્પેશ ઠાકોર સ્હેજ પણ મહત્ત્વના નથી લાગતા.
અલ્પેશ : અમારા પ્રભારી અને પ્રદેશના લોકો રાહુલ ગાંધીની બાબત પણ ગંભીરતાથી નથી લેતા કારણ કે પાર્ટીમાં શિસ્ત જેવું કશું જ નથી.
અન્ય સમાચારો પણ છે...