તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Intensive Security Arrangements Have Been Made In Highlights Of Important Places In The State

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એર સ્ટ્રાઇકને પગલે રાજ્યમાં હાઈએલર્ટ મહત્વનાં સ્થળોએ સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસને લશ્કર, અર્ધલશ્કરી દળો અને એટીએસના સંકલનમાં રહેવા સૂચના
 • સરહદી વિસ્તારો, દરિયાઈ પટ્ટીમાં સલામતીનાં પગલાં લેવા આદેશ
અમદાવાદ: પાકિસ્તાનમાં આતંકવાદને પોષતા ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકને પગલે રાજ્યને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યું છે. જેને પગલે રાજ્યના તમામ મહત્વના સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. રાજ્યના સરહદી જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્ર સહિત 1600 કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ સહિતના  તકેદારીના પગલાં લેવાઇ રહ્યા છે.એરસ્ટ્રાઈકને લઈને ઊભી થયેલી પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના ખાળવા માટે રાજ્યના તમામ સુરક્ષાદળોને ગાંધીનગર ડી.જી.પી. કચેરી દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે. જેમાં તમામ અધિકારીઓને પેટ્રોલિંગ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરી કાયદો અને વ્યવસ્થાની જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.

ભૌગોલિક પરિસ્થિતિની દ્રષ્ટિએ અત્યંત મહત્વના ગણાતા ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારોમાં તેમજ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ,આર્મી,  એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોર્ડ તથા અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી ઘૂસણખોરી તથા અન્ય કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થાય નહીં તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ ઉચ્ચ સ્તરેથી જારી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના 1600 કિ.મીના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં હાઈએલર્ટ જારી કરી કરાયું છે.અસંખ્ય નિર્જન ટાપુઓ સહિતના વિવિધ મહત્વના સ્થાનો પર કોસ્ટગાર્ડ અને મરીન કમાન્ડોની ટીમો દ્રારા ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં હાઈએલર્ટને પગલે મહત્વના શહેરોમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે. 

રાજ્યના આર્મીકેમ્પની આસપાસના વિસ્તારોમાં સામાન્ય નાગરિકોની આવનજાવન પર પાબંદી લગાવી દેવામાં આવી છે. બીજીતરફ ઈન્ટેલિજન્સ વિભાગ અને પોલીસના બાતમીદારોને કોઈપણ અજાણી વ્યક્તિની શંકાસ્પદ અવરજવર પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. શહેરોમાં મોલ મલ્ટિપ્લેક્સ અને લોકો મોટીસંખ્યામાં જ્યાં જમા થતા હોય તેવા સ્થળોએ પોલીસ પેટ્રોલિંગ અને કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે સુરક્ષા ગોઠવવામાં આવી છે. થર્મલ પાવર સ્ટેશનો, આર્મી કેમ્પો, ડેમ તથા વૈજ્ઞાનિક સંસ્થાઓ સહિતના સ્થાનો પર અર્ધલશ્કરી દળોને સલામતીના કારણોસર તહેનાત કરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો