તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે પરિણીતા દહેજની ફરિયાદ કરે તો સાસરિયાંની તાત્કાલિક ધરપકડ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કાયદામાં થયેલા સુધારા અંગે જિલ્લા અને શહેર પોલીસને માહિતીગાર કરવા તાલીમ

મિતેશ બ્રહ્મભટ્ટ, અમદાવાદ: દહેજ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ પર પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવાની સત્તા અપાઈ છે, જે અંગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને માહિતગાર કરવા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ તાલીમ શરૂ કરાઈ છે.

અગાઉ કોઈ પણ પરિણીતા સાસરી પક્ષના સભ્યો વિરુદ્ધ દહેજ બાબતે શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની (આઈપીસી કલમ - 498 - ક)ની ફરિયાદ નોંધાવવા જાય તો પોલીસ ફરિયાદ નોંધી આરોપીઓને પકડતી હતી, પરંતુ અમુક કિસ્સામાં મહિલાઓ ખોટી ફરિયાદો કરતી હોવાની રજૂઆતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે 498(ક)ના કિસ્સામાં કમિટીની રચના કરવા સૂચના આપી હતી. કમિટીની ભલામણ બાદ જ પોલીસ ફરિયાદ નોંધતી હતી,

પરંતુ 498 (ક)ના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે 5 મહિના પહેલાં ફરી વખત પોલીસને તાત્કાલિક ફરિયાદ નોંધવાની અને આરોપીઓની ધરપકડ કરવાની સત્તા આપી હતી. જોકે સુપ્રીમ કોર્ટે કાયદા અને સજામાં કરેલા ફેરફારથી તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માહિતગાર ન હતા, જેથી વિસંગતતા ઊભી થતી હતી.

તેને ધ્યાનમાં રાખીને રાજ્યના તાલીમ વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને પરિપત્ર લખીને એક અઠવાડિયાની તાલીમ યોજવા સૂચના આપી હતી, જેના માટે કમિટી પણ બનાવાઈ છે. આ કમિટીમાં નિવૃત્ત જજ સોનિયાબહેન ગોકાણી, ડીસીપી પન્ના મોમાયા, ડીવાયએસપી મંજિતા વણઝારા, સિનિયર એડવોકેટ રાજેન્દ્ર શુકલાનો સમાવેશ થાય છે.

ટ્રેનિંગ કમિટીના રાજેન્દ્ર શુક્લાના જણાવ્યાનુસાર, છેડતીના કિસ્સામાં અગાઉ 2 વર્ષની સજાની જોગવાઈ હતી, પરંતુ સુપ્રીમે કરેલા કાયદામાં કરેલા સુધારા અનુસાર છેડતીના પ્રકારને જુદા પાડવામાં આવ્યા છે અને સજા વધારીને 7થી 10 વર્ષ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો