તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘તમે મારા પરિવારને જેલમાં પૂરી દીધો છે’ કહીને હિસ્ટ્રીશીટરે કોર્ટ સંકુલમાં PI પર હુમલો કર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સરદારનગર પોલીસે રવિવારે લૂંટના ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી
 • ઘીકાંટા કોર્ટમાં રિમાન્ડ માટે લવાયેલા આરોપીના પિતાએ મારી નાખવાની ધમકી પણ આપી 

અમદાવાદ: સરદારનગર વિસ્તારના એક લૂંટના ગુનામાં સરદારનગર પોલીસે મનીષ રાજુભાઇ ખટવાણી(સિંધી) (કુબેરનગર, આઈટીઆઈ પાછળ, જી વોર્ડ) ની રવિવારે સાંજે 5.45 વાગ્યે ધરપકડ કરી હતી. ત્યારબાદ પીઆઇ જે.સી. શેખ મનિષના રિમાન્ડ મંજૂર કરાવવા માટે સોમવારે બપોરે 3.50 વાગ્યે ઘીકાંટા કોર્ટમાં લઇ ગયા હતા.

 

તમે મારા પરિવારને જેલમાં પૂરી દીધો છે


પીઆઈ શેખ તેમજ પોલીસ કર્મચારીઓ મનીષને લઇને કોર્ટ સંકુલમાં ઊભા હતા, ત્યારે મનીષના પિતા રાજુ ખટવાણી તેમની પાસે આવી પાછળથી પીઆઈ શેખને ધક્કો મારી પાડી દીધા હતા. અને મોટેથી બૂમો પાડીને કહેવા લાગ્યો હતો કે, ‘તમે મારા પરિવારને જેલમાં પૂરી દીધો છે, હું તમારી વિરુદ્ધ ખોટો કેસ કરીને તમને સસ્પેન્ડ કરાવી દઇશ’ તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં રાજુ ખટવાણી ફરી વખત તેમને મારવા માટે તેમની તરફ દોડ્યો હતો. જોકે ત્યારે હાજર પોલીસ કર્મચારીઓએ રાજુને પકડી લીધો હતો અને પીઆઈ શેખથી દૂર લઇ ગયા હતા. આ અંગે પીઆઈ શેખે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી કારંજ પોલીસે રાજુભાઇ ખટવાણીની ધરપકડ કરી છે.

 

પરિવારના તમામ સભ્યો હિસ્ટ્રીશીટર


રાજુ તેના બે પુત્ર અને પુત્રવધૂ સહિતના માણસો મારામારી, ચોરી, લૂંટ સહિતના ગુનાઓ આચરનારા હિસ્ટ્રીશીટર છે. તમામની લૂંટના ગુનામાં ધરપકડ કરાઇ હતી. જેથી રોષે ભરાયેલા રાજુએ હુમલો કર્યો હતો - જે.સી. શેખ, PI, સરદારનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો