તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારંગપુરમાં ફૂટપાથ પર સૂતેલી પરિણીતા સાથે ચાર શખ્સોએ અડપલાં કર્યા, પતિ જાગી જતા છરી વડે હુમલો કરી ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સારંગપુર પાણીની ટાંકી પાસે ફૂટપાથ પરની ઘટના
અમદાવાદ: શહેરના સારંગપુર વિસ્તારમાં ફૂટપાથ પર સૂતેલી પરિણીતાની ચાર અજાણ્યા શખ્સોએ ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાનો પતિ જાગી જતા અજાણ્યા શખસોએ છરી વડે હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મોડી રાતે સારંગપુર પાણીની ટાંકી પાસે ફૂટપાથ પર પરિણીતા અને તેનો પરિવાર સૂતો હતો ત્યારે ચાર શખ્સ આવ્યા હતા અને પરિણીતાના શરીર પર હાથ ફેરવ્યો હતો. દરમ્યાનમાં તેનો પતિ જાગી જતાં તેને મારમારી તેના પર છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. કાલુપુર પોલીસે હત્યાના પ્રયાસ અને છેડતીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અન્ય સમાચારો પણ છે...