તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં કોંગ્રેસે વીએસ બચાવોના 10 હજાર પતંગ ખરીદ્યા, 48 વોર્ડમાં ચગાવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગી કાર્યકરો વીએસ બચાવવા માટે કાળા પતંગ-ફુગ્ગા ઉડાડી વિરોધ કરશે - Divya Bhaskar
કોંગી કાર્યકરો વીએસ બચાવવા માટે કાળા પતંગ-ફુગ્ગા ઉડાડી વિરોધ કરશે
  • લાલ દરવાજા ખાતે મળેલી બેઠકમાં કાર્યકરોને વોર્ડવાર પતંગ અપાયા

અમદાવાદ: વીએસ હોસ્પિલ બચાવો અભિયાન હેઠળ  આગામી દિવસોના કેટલાક  વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ ગોઠવ્યાં હતા. લાલ દરવાજા ખાતે મળેલી કોંગી કાર્યકરોની બેઠકમાં ઉત્તરાયણના દિવસે કાળા પતંગ ચગાવી તથા કાળાફુગ્ગા ઉડાડી વિરોધ વ્યક્ત કરવાનો કાર્યક્રમ ઘડી કઢાયો હતો.

દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતુ કે, ઉત્તરાયણના દિવસે તમામ 48 વોર્ડના કોંગેસના કાર્યકરો કાળા પતંગ અને ફુગ્ગા ઉડાડશે. ત્યાર બાદ બુધવારે સવારે 11થી 12 લાલ દરવાજા સરદારબાગ ખાતે બેસણાંનો કાર્યક્રમ રાખવાનું નક્કી કરાયું છે. જેમાં કોંગી કાર્યકરો સફેદ કપડામાં હાજર રહેશે. ત્યાર બાદ વડા પ્રધાન જ્યારે નવી હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવા આવી રહ્યાં છે તે દિવસે સમગ્ર 48 વોર્ડમાં કાળા ફુગ્ગા ઉડાડી ચક્કાજામ કરશે અને ગરીબ વિરોધી પ્રધાન મંત્રી પાછા જાવના નારા સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ પણ આપશે.

અન્ય સમાચારો પણ છે...