અમદાવાદ / બે દર્દીની ઓપન હાર્ટ સર્જરી કર્યા વગર જાગૃત અવસ્થામાં જ હૃદયના વાલ્વ બદલવામાં આવ્યા

Divyabhaskar.com

Mar 16, 2019, 08:23 AM IST
Heart valves were changed only in the awakening of two patients
X
Heart valves were changed only in the awakening of two patients

 • એન્જિયોગ્રાફીથી સાથળમાં છિદ્ર પાડી સંકોચાયેલા જૂના વાલ્વને સ્થાને નવા વાલ્વ બેસાડાયા

અમદાવાદ: અદ્યતન ટેક્નોલોજીથી અશક્ય સર્જરી શક્ય બની છે. શહેરની કોર્પોરેટ હોસ્પિટલના કાર્ડિલોજિસ્ટ-સર્જનોની ટીમે રાજ્યમાં પ્રથમવાર હાઇરિસ્ક ધરાવતા 44 અને 90 કિલોનાં બે દર્દીની સર્જરી વિના માત્ર  એન્જિયોગ્રાફી(તાવી) પ્રોસીજરથી હૃદયનાં વાલ્વ બદલ્યા છે. પ્રોસીજર દરમિયાન બંને દર્દી જાગૃત અવસ્થામાં હતા. બંને દર્દીની ઓપન હાર્ટ સર્જરી શક્ય ન હોવાથી પ્રોસીજરને અભાવે 1 વર્ષમાં મૃત્યુની શક્યતા હતી.

ઓપન હાર્ટ સર્જરી શક્ય નથી તેમનાં માટે આશીર્વાદરૂપ
1.સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. કેયૂર પરીખ અને ડો. મિલન ચગ જણાવે છે કે, રાજ્યમાં પ્રથમવાર હોસ્પિટલમાં ‘ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ્વ રિપ્લેસમેન્ટ(તાવી)’થી બે દર્દીના વાલ્વ બદલ્યાં છે. દેશમાં 15 લાખ એઓર્ટિક વાલ્વનાં દર્દીમાંથી 5 લાખની દર્દીના વાલ્વ  એઓર્ટિક સ્ટીનોનીસિસ  (સંકોચાવાથી) થી  ઓપન હાર્ટ સર્જરી શક્ય નથી તેમનાં માટે આશીર્વાદરૂપ બનશે. 
2.

આવાં જ 45 કિલો અને 90 કિલો વજનનાં બંને દર્દીના વાલ્વ ખૂબ સાંકડા હતા, બંને બાયપાસ થયેલી હતી, નબળી કિડની અને 15 ટકા હૃદયનું પમ્પિંગ હોવાથી થોડું ચાલવામાં હાંફ ચઢવો અને સખત થાક લાગતો હતો,

પ્રોસીજરને અભાવે 1 વર્ષમાં મૃત્યુની શક્યતા હતી. બંને દર્દીની ઓપન હાર્ટ સર્જરીમાં મૃત્યુ અને કોમ્પ્લિકેશનના જોખમ હોવાથી ‘તાવી’ ટેકનીકથી 1થી દોઢ કલાકની એન્જિયોગ્રાફી પ્રોસીજરથી વાલ્વ બદલ્યાં છે, પ્રોસીજરનાં 1 કલાક બાદ દર્દી સ્વસ્થ થયા અને ભોજન લીધું અને બીજે દિવસે હરતા ફરતા થયાં છે.

10 સેકન્ડમાં વાલ્વ કાર્યરત
3.કાર્ડિયાક સર્જન ડો. ધીરેન શાહ અને ડો. ધવલ નાયક જણાવે છે કે, કેથલેબમાં એન્જિયોગ્રાફી પ્રોસીજરથી સાથળમાં છિદ્ર પાડીને કેથેટરથી એઓર્ટામાં જઇને બલૂન ફૂલાવીને સંકોચાયેલા જૂના વાલ્વમાં પકર્યુટેનિયસ માય (ઇન્ડિયન બલૂન એક્સપાન્ડેબલ) વાલ્વ બેસાડ્યો, નવો વાલ્વ બેસાડ્યાની 10 સેકન્ડમાં ખૂલીને કામ કરતો થાય છે. આ વાલ્વ ગુજરાતનાં વાપીની એક કંપનીમાં બન્યાં છેે.
એનેસ્થેસિયા પણ ન આપ્યો
4.બંને હાઇરિસ્ક દર્દી હતા, એનેસ્થેસિયા વિના કરેલી દોઢ કલાકની ‘તાવી’ પ્રોસીજર દરમિયાન દર્દી સંપૂર્ણ ભાનમાં હતા અને વાતો કરતા વાલ્વ બદલ્યા હતા. પ્રોસીજરના 1 કલાકમાં દર્દીએ ભોજન લીધું હતું. 
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી