હોળાષ્ટક / આજથી હોળાષ્ટકનો પ્રારંભ, 15મીથી કમુરતા બેસશે,1 મહિનો શુભ કાર્યો થઈ શકશે નહીં

Divyabhaskar.com

Mar 20, 2019, 06:43 PM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

 • 20 માર્ચે હોળાષ્ટક પૂરા થશે, રાત્રે 8.37 કલાકે હોળી પ્રગટાવી શકાશે

અમદાવાદ: બુધવારથી હોળાષ્ટક બેસતાં શુભ કાર્યો થઈ શકશે નહીં. હોળાષ્ટક 20 માર્ચે પૂરા થશે. 20મીએ રાત્રે 8.37 કલાકે હોલિકા દહન થશે.જ્યોતિષ આશિષ રાવલના જણાવ્યા અનુસાર 15 માર્ચથી ગોચરનો સૂર્ય મીન રાશિમાં પરિભ્રમણ કરશે જે મીનારક કમુરતા કહેવાય છે. આ કમુરતા એક મહિનો ચાલશે. આ સમય દરમિયાન સગાઈ, લગ્ન, વાસ્તુ, ગૃહપ્રવેશ, જનોઇ, નવી ઓફિસનું ઉદઘાટન જેવા માંગલિક કાર્યો થઈ શકશે નહીં. આ સમય દરમિયાન યોજાનાર વિદ્યાર્થીગણની પરીક્ષા શુભમય બની રહેશે. રાજકીય પક્ષોમાં વિખવાદ વકરી શકે છે. 
કમુરતાની દરેક રાશિ પર પડનારી શુભ-અશુભ અસર
1.
 • મેષ : તબિયતની કાળજી રાખવી,તેમજ મહત્વના કાયદાકીય કરારો કરવા નહીં.
 • વૃષભ : આકસ્મિક ધનપ્રાપ્તિ તેમજ શત્રુ પર વિજય.વડીલોથી લાભ.
 • મિથુન : નોકરી-ધંધામાં કાળજી રાખવી તેમજ માનહાનિ થવાના અશુભ એંધાણ.
 • કર્ક : ભાગ્યમાં શુભ પરિવર્તન.કોર્ટ-કચેરી તથા આરોગ્ય માટે ચિંતા રખાવે.
 • સિંહ : વાહન ચલાવતા કાળજી રાખવી, વાણી પર સંયમ રાખવો.કુટુંબમાં શુભ પ્રસંગ બને.
 • કન્યા : લગ્નજીવનમાં મત-મતાંતર થયા કરે.આકસ્મિક ગુસ્સો અને ખર્ચા વધે.
 • તુલા : નોકરીમાં શુભ પરિવર્તન શત્રુ દ્વારા સમજૂતી થાય આકસ્મિક ધનપ્રાપ્તિ.
 • વૃશ્ચિક : શેરબજાર જેવા વ્યવસાયથી લાભ.ગુપ્ત ધન મળવાના પ્રબળ યોગ.
 • ધન : માનસિક ચિંતા વધે.ઊંઘ ઓછી થવાના યોગ બને.નોકરી-ધંધામાં શુભ પરિવર્તન.
 • મકર : ટૂંકી મુસાફરી થાય. ઘણા લાંબા સમયથી વણ ઉકેલાયા કામો સફળ બને.
 • કુંભ : ધન વધવાના યોગ બને. ફસાયેલા નાણાં પાછા આવે.ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય.
 • મીન : લગ્નોત્સવ યુવક-યુવતી માટે શુભ સમય. સરકારી નોકરી મળવાના પ્રબળ યોગ.
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી