અસર / અમદાવાદથી મુંબઈનું ભાડું રૂ.3 હજારને બદલે 13 હજારે પહોંચ્યું

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • સ્પાઈસ જેટે12 અને જેટ એરવેઝે 5 એરક્રાફ્ટ ગ્રાઉન્ડેડ કર્યા
  • બોઈંગ 737 એરક્રાફ્ટ પર પ્રતિબંધથી અન્ય એરલાઈન્સે ભાડાં વધાર્યા

Divyabhaskar.com

Mar 15, 2019, 02:22 AM IST

અમદાવાદ: ઇથોપિયન એરલાઈન્સનું બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ ભારતમાં પણ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ બુધવારે તમામ બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતમાં બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ ઉડાડવા પર પ્રતિબંધ આવતા ગુરુવારે સ્પાઈસ જેટને 12 અને જેટ એરવેઝને 5 એરક્રાફ્ટ ગ્રાઉન્ડે કરવાની ફરજ પડી છે.જેથી અન્ય એરલાઈન્સોએ આ તકનો ફાયદો ઉઠાવી ભાડામાં 3થી 4 ગણો વધારો કરી દીધો છે.

ગુરુવારે અમદાવાદથી મુંબઈ અને દિલ્હીનું ભાડું 12થી 13 હજાર સુધી પહોંચી ગયું હતું. સ્પાઈસ જેટના અધિકારીએ કહ્યું કે, જે ફ્લાઈટ રદ કરાઈ છે પેસેન્જરોને 100 ટકા રિફંડ અપાશે. સાથે જેમને યાત્રાની તારીખ બદલવી હોય તેવા પેસેન્જરોને તારીખ બદલવાની પણ સુવિધા આપવામાં આવશે.

અમદાવાદથી વધેલું ભાડું

શહેર રેગ્યુલર ભાડું વધેલું ભાડું
મુંબઈ 2500-3000 12000-13000
દિલ્હી 3000-3500 12000-12500
કોલકાતા 4500-5000 13000-13500
ચેન્નઈ 3500-4000 13000-13500
બેંગલુરુ 3500-4000 14000-15000

નોંધ : રકમ રૂપિયામાં છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી