તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદથી શ્રીનગર જતી ફ્લાઈટ ઉદયપુરથી પરત ફરી : પુણે-જમ્મુ ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બુધવારે સવારે જમ્મુ-શ્રીનગર સહિત ઉત્તર ભારતના અન્ય એરપોર્ટ બંધ કરાયા હતા

અમદાવાદ: ભારતની એર સ્ટ્રાઈક બાદ બુધવારે સવારે પાકિસ્તાને ભારતીય સેના પર હુમલો કરવાનો પ્રયત્ન કરતા સરકારે જમ્મુ, શ્રીનગર સહિત ઉત્તર ભારતના 9 એરપોર્ટ પર વિમાન સેવા તત્કાલ અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. અમદાવાદથી જમ્મુ થઈ શ્રીનગર જતી ફ્લાઈટને ઉદયપુરથી પરત અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. એજરીતે પુણેથી જમ્મુ જતી ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી.


જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધનો માહોલ સર્જાતા  દેશભરના અલગ અલગ એરપોર્ટથી ઉત્તર ભાતર તરફ જતી ફ્લાઈટો અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. બપોર બાદ સરકારે આદેશ પરત લેતા ફરી વિમાન સેવા શરૂ કરી હતી.અમદાવાદથી જમ્મુ થઈ શ્રીનગર જવા સ્પાઈસ  જેટની ફ્લાઈટ રવાના થઈ હતી.

 

એજ સમયે સરકારે કેટલાક એરપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી ત્યારે અમદાવાદથી આ ફ્લાઈટ ટેકઓફ થઈ ગઈ હતી. આ ફ્લાઈટ ઉદયપુર પહોંચી ત્યારે અધિકારીઓ દ્વારા પાઈલટને સૂચના આપી કે, જમ્મુ અને શ્રીનગર એરપોર્ટ બંધ કરાયું છે. જેથી ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરી હતી.એજરીતે પુણેથી જમ્મુ જતી ફ્લાઈટ પણ આ સમય દરમિયાન અમદાવાદ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે જ તેના પાઈલટને સૂચના મળતા ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો