તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયર જવાનોની 28મીથી માસ CLની ચીમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંતે ચીફ ફાયર ઓફિસરે નોકર મંડળના પ્રમુખને પારણા કરાવ્યાં પણ શરતોમાં જો અને તોની  સ્થિતિ
  • ચાર્જ પાછો સંભાળ્યો પણ 3 દિવસ પછી પ્રમોશનની માગ નહીં સ્વીકારાય તો ચાર્જ છોડી દેશે
અમદાવાદ: ફાયર બ્રિગેડના જવાનોની સમય અને પ્રમોશનની માગ પૈકી સમયની માગ હાલ પૂરતી સ્વીકારીને વિરોધ આટોપી લેવા માટે ચીફ ફાયર ઓફિસરે નોકર મંડળના પ્રમુખને પારણા કરાવ્યાં હતા. ફાયરના જવાનોએ પણ રવિવારે છોડેલો વધારાનો ચાર્જ પરત લઈ ચીમકી આપી હતી કે, 28મી સુધીમાં જો સિનિયોરીટી પ્રમાણે પ્રમોશનની માગ નહીં સ્વીકારાય તો ફાયર બ્રિગેડનો શહેરભરનો સ્ટાફ માસ સીએલ પર ઉતરી જશે. ફાયર બ્રિગેડના સિનિયર અધિકારીઓનું કહેવું છે કે, જો માસ સીએલ પર જવાનો ઉતરી જાય તો સ્થિતિ ગંભીર બની શકે છે. 

નોકર મંડળના પ્રમુખ દેવકરણભાઇ બે દિવસથી ફાયર બ્રિગેડના જવાનોની કેટલીક માંગને લઇને દાણાપીઠ ફાયર સ્ટેશનમાં ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. બે દિવસ બાદ આજે સાંજે ચીફ ફાયર ઓફિસર એમ.એફ દસ્તૂરે પારણાં કરાવ્યાં હતા. જ્યારે સ્ટાફે ડીવાયએમસી મુકેશ ગઢવીની મુલાકાત કરી પોતાની માંગણીઓની રજૂઆત કરી હતી.  ડીવાયએમસી ગઢવીએ ચીફ ઓફિસર દસ્તૂરને આઠ કલાકની નોકરી કરવા સૂચના આપી હતી. સાથે ફાયરના જવાનોને ઓછા સ્ટાફની વાત કરી જેમ જેમ સ્ટાફ ભરાશે તેમ તેમ આઠ કલાકની શિફ્ટ પ્રમાણે નોકરી લેવામાં આવશે. ફાયરના જવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે, તેમની મુખ્ય માંગ સિનિયોરીટી પ્રમાણે પ્રમોશન છે. જો તે સ્વીકારવામાં નહીં આવે તો 28મીથી કાયમ માટે વધારાનો ચાર્જ છોડી દરેક ફાયર કર્મચારી માસ સીએલ ઉપર ઉતરી જશે.

મ્યુનિ.કોર્પોરેશનનો વહીવટી ચાર્જ સંભાળતા ડીવાયએમસી કે.બી ઠક્કરને જ્યારે ફાયર બ્રિગેડના જવાનોએ પરીક્ષાનો બહિષ્કાર કરવા અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે, ભરતી કરવા માટે પરીક્ષા તો લેવાશે. બહિષ્કાર કરવામાં આવ્યો તે પરીક્ષા ડિપાર્ટમેન્ટમાંથી લેવાની હતી. હવે પરીક્ષા લેવાશે અને ઉમેદવાર બહારથી આવશે. ઉલ્લેખનીય છે કે, રવિવારે યોજાયેલી પરીક્ષાનો 244 જવાનોએ બહિષ્કાર કરતાં પરીક્ષા રદ કરાઇ હતી.

ફાયર કર્મચારીઓએ કહ્યું હતુ કે, અમારી માંગ યથાવત છે. સોમવારે સાંજે ચીફ ફાયર ઓફિસર એમ.એફ દસ્તૂર અમને મળવા આવ્યાં ત્યારે અમે તેમની સમક્ષ અમારી તમામ રજૂઆત મુકી હતી. તેમણે વિનંતી કરી કહ્યું હતુ કે, અમને ત્રણ-ચાર દિવસનો સમય આપો. અમે નિયમ પ્રમાણે જગ્યા ભરી દઇશું. ફાયરના કર્મચારીઓ અને નોકર મંડળના પ્રમુખે લોકોને કોઇ હાલાકાની સામનો ન કરવો પડે તે માટે હાલ ધરણા આટોપી લીધા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો