તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્મેટ સર્કલ પાસે ઇન્ડિયન બેંકના ATMમાં આગથી રૂ. 25 લાખ ખાખ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેમનગરના રુદ્ર આર્કેડમાં ઈન્ડિયન બેન્કના એટીએમમાં લાગેલી આગની ઝપેટમાં 7 દુકાન આવી હતી - Divya Bhaskar
મેમનગરના રુદ્ર આર્કેડમાં ઈન્ડિયન બેન્કના એટીએમમાં લાગેલી આગની ઝપેટમાં 7 દુકાન આવી હતી
  • રુદ્ર આર્કેડની 7 દુકાન શોર્ટ સર્કિટથી લાગેલી આગની ઝપટમાં
  • ઉપરની હોસ્પિટલના દર્દીઓને બાજુની બિલ્ડિંગમાં ખસેડવા પડ્યા

અમદાવાદ: હેલ્મેટ સર્કલ પાસે આવેલા રુદ્ર આર્કેડમાં ઇન્ડિયન બેંકના એટીએમ તથા બીએનએમ (બંચ નોટ એક્સેપ્ટર મશીન)માં રવિવારે સવારે 8 વાગ્યે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જેમાં અંદાજે 25 લાખ જેટલી રોકડ રકમ બળી ગઈ હતી. જ્યારે 7 દુકાનો આગની ઝપેટમાં આ‌વી ગઈ હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. એટીએમ સેન્ટરની ઉપરના માળે આવેલી હોસ્પિટલના દર્દીઓને પહેલા જ બાજુની બિલ્ડિંગમાં ખસેડી લેવાયા હતા.

આ ઘટનામાં એટીએમ, બીએનએમ મશીન બળી ગયાં હતાં. શનિવાર રાતે 7 વાગ્યા સુધી એટીએમમાં રૂ. 25 લાખ 9 હજાર 300ની આસપાસ બેલેન્સ હતું. આ ઘટનામાં અંદાજે રૂ. 25 લાખની રોકડ બળી ગઈ હોવાનું સૂત્રો જણાવે છે. આગની ઝપેટમાં વાસુ પૂજન ડેન્ટલ ક્લિનિક સહિતની 7 દુકાનને નુકસાન થયું છે. ફાયરના 25 જવાનોએ 7 ગાડીની મદદથી 2 કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો.

4 માળની આ કાચની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગને લીધે કાચ તૂટીને નીચે પડી રહ્યા હતા, જેની વચ્ચે ફાયરબ્રિગેડે આગ ફેલાવવા ન દઈ તેના પર કાબૂ મેળવી મોટી જાનહાનિ ટાળી હતી. બિલ્ડિંગના ઉપરના માળે આવેલી હોસ્પિટલના દર્દીઓને ફાયર આવે તે પહેલાં જ સલામત સ્થળે ખસેડી દેવાતા મોટી જાનહાનિ ટળી હતી.

અચાનક શોર્ટ સર્કિટથી લાગેલી ભયાનક આગ જોત જોતામાં પ્રસરી હતી. જોકે સવારનો સમય હોવાથી મોટાભાગની દુકાનો બંધ હતી. જેને કારણે મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે આસપાસની દુકાનો તથા રોડ પર નાસભાગ મચી ગઇ હતી. રોડ પર પોલીસે બંદોબસ્ત ગોઠવી ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે કામગીરી હાથ ધરી હતી.

બીજી તરફ ફાયર દ્વારા સતત પાણીનો મારો કરી આગને અન્ય દુકાનો તથા કોમ્પ્લેક્સમાં ફેલાતા અટકાવવા તાત્કાલિક કામ કરાયુ હોવાથી ફાયરની કામગીરી દરમિયાન આગ ફેલાવા દીધી નહોતી. જેથી મોટી જાનહાનિ ટળી હતી. આગની જ્વાળાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં લોકો જોવા ઉમટી પડ્યા હતા. જેના મોબાઈલ વીડિયો સાંજ સુધી ફરતા થઈ ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો