તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકેશલાલજીએ પંચરસ મહોત્સવમાં કીર્તન રસ વિશે માર્ગદર્શન આપ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: પંચરસ મહોત્સવના વચનામૃતમાં 4-1-2019 શુક્રવારને ત્રીજા દિવસે કીર્તન રસ વિશે દ્વારકેશલાલજી મહારાજએ જણાવ્યું હતું કે, અલૌકિક ભાવ હોવા છતાં પણ લૌકિકના મોહ માટે સેવા છૂટવી ન જોઈએ અને જો છૂટે તો વ્યક્તિએ આત્મનીરીક્ષણ, આત્મમંથન કરવું જોઈએ. બ્રહ્મસબંધ લીધા પછી પણ શરણ દ્રઢ ન થાય તો સમર્પણનો ભાવ આવતો નથી. આ મહોત્સવમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને સ્વામી અધ્યાત્મનંદજી મહારાજ, સાધુ બ્રહ્મવિહારીદાસજી, આશ્રયકુમારજી ,શરણમકુમારજી ઉપસ્થિત રહ્યા હતા અને મહોત્સવ સંદર્ભે આશીર્વાદ આપ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...