• Gujarati News
  • National
  • Due To The Three fold Increase In Rent By The Dynamic Fair, The Convenience holiday Trains Are Empty

ડાયનેમિક ફેરથી ભાડું ત્રણ ગણું વધતાં સુવિધા-હોલિડે ટ્રેનો ખાલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂટ પરની અન્ય ટ્રેનોમાં ટિકિટ મળવાના ફાંફા
  • ડાયનેમિક ફેરથી રાજધાનીના થર્ડ ACનું ભાડું 1645થી વધી 2200 થયું 

અમદાવાદ: રેલવે  પિક સિઝનમાં અનેક સુવિધા અને હોલીડે એક્સપ્રેસ ટ્રેનો ડાયનેમિક ફેર સાથે દોડાવે છે. આ ટ્રેનોમાં ભાડુ 3થી 4 ગણું વધી જાય છે. અમદાવાદ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ, હમસફર, દુરન્તો સહિત અનેક ટ્રેનોમાં 50 ટકા સીટ પર ડાયનેમિક ફેર વસૂલ થાય છે. આ ટ્રેનોમાં છેલ્લી ઘડી સુધી સીટો ખાલી રહે છે. જ્યારે એજ રૂટ પર દોડતી અન્ય ટ્રેનોમાં  ટિકિટ પણ મળતી નથી. 

અમદાવાદથી નવી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસના થર્ડ એસીનું રેગ્યુલર ભાડું 1645 રૂપિયા છે જે ડાયનેમિક ફેરના પગલે વધીને 2200 સુધી પહોંચ્યું છે. એજરીતે સેકન્ડ એસીનું રેગ્યુલર ભાડું 2245 રૂપિયા છે જે વધીને 3000 સુધી પહોંચી ગયું છે. રેલવે દ્વારા ઉધનાથી છપરા માટે સુવિધા એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. જેનું સ્લીપરમાં રેગ્યુલર ભાડું 704 રૂપિયા છે.

જ્યારે ડાયનેમિક ફેરના નિયમને પગલે 12 મેના રોજ બુક થયેલી ટિકિટનું ભાડું વધીને 2135 રૂપિયા સુધી પહોંચી ગયું છે.  ડાયનેમિક ફેરના કારણે ભાડામાં થતો અસહ્ય વધારો સામાન્ય વર્ગને પોસાય તેમ ન હોવાથી આ પ્રથા બંધ કરવાની માગણી છે. 

માત્ર દલાલોને લાભ: આ સ્થિતિમાં લોકો એજન્ટો પાસેથી જ દલાલી આપી ટિકિટ ખરીદે છે. જેના પગલે આવી ટ્રેનોમાં સીટ ખાલી રહી જાય છે. ત્યારે તેમાં રેગ્યુલર ભાડુ વસૂલ કરવાની ઝેડઆરયુસીસી સભ્ય યોગેશ મિશ્રા દ્વારા માગણી કરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...