તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Dismissed By Invitation To Jignesh Mehwani, Canceled The Annual Faction Of HK College

જિજ્ઞેશ મેવાણીને આમંત્રણથી વિવાદ, એચ કે આર્ટસ કોલેજનો વાર્ષિકોત્સવ રદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિજ્ઞેશ મેવાણીની ફાઈલ તસવીર - Divya Bhaskar
જિજ્ઞેશ મેવાણીની ફાઈલ તસવીર
  • જિજ્ઞેશ મેવાણીએ એચ કે આર્ટસનો પૂર્વ વિદ્યાર્થી છે

અમદાવાદ: એચ કે આર્ટસ કોલેજમાં સોમવારે યોજાનારા વાર્ષિકોત્સવમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને ચીફ ગેસ્ટના આમંત્રણથી વિદ્યાર્થી નેતાઓના વિરોધ પછી કાર્યક્રમ રદ કરવા ફરજ પડી છે. વિદ્યાર્થી નેતાઓએ ચીમકી આપી હતી કે, જિજ્ઞેશ મેવાણી વિવાદાસ્પદ નેતા હોવાથી વાર્ષિકોત્સવમાં બોલાવાય તો કાર્યક્રમ નહીં થવા દઈએ. અંતે કોલેજના ટ્રસ્ટે કોલેજ કેમ્પસના હોલને  વાર્ષિકોત્સવ માટે ફાળવવા ઈન્કાર કરતા પ્રિન્સિપાલે આ વાર્ષિકોત્સવનુ રદ કર્યો છે.  જિજ્ઞેશ મેવાણીએ એચ કે આર્ટસનો પૂર્વ વિદ્યાર્થી છે.
કેટલાક વિદ્યાર્થી નેતાઓએ જિજ્ઞેશ મેવાણી ભાગલાવાદી, સમાજવાદી, માઓવાદી છે તેને કેમ કોલેજમાં બોલાવો છો? કહી વિરોધ કર્યો હતો. કોલેજના ટ્રસ્ટી મંડળે કોલેજના પ્રિન્સિપાલને પત્ર પાઠવ્યો હતો કે, વર્તમાન રાજકીય સંજોગોમાંમાં કોલેજનું હિત જોતા વાર્ષિકોત્સવ માટે કોલેજનો સભાગૃહ(હોલ) ફાળવવામાં નહીં આવે.

 

વાર્ષિકોત્સવ યોજવા માટેની સંપૂર્ણ 


એચકે આર્ટસ કોલેજના વાર્ષિકોત્સવમાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવેલા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના નામ સામે વાંધો હોવાથી આ કાર્યક્રમ નહી થવા દેવાની વિદ્યાર્થી નેતાઓની ધમકીને પગલે નિર્ણય લેવાયો છે. આમ છતાં આચાર્ય અને ઉપાચાર્યની કાર્યક્રમ યોજવાની તૈયારી હોવા છતાં વર્તમાન રાજકીય સંજોગોમાં ટ્રસ્ટે લેખિતમાં કોલેજનો હોલ આ કાર્યક્રમ માટે ફાળવવાનો ઈન્કાર કરતા વાર્ષિકોત્સવ રદ કરવાનો નિર્ણય કરાયો છે.  - હેમંત કુમાર શાહ, પ્રિન્સિપાલ, એચ કે આર્ટસ કોલેજ