તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદથી ઇન્દોર અને નાસિક માટે 13 ફેબ્રુઆરીથી સીધી ફ્લાઈટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ
  • ઈન્દોરનું 2 હજાર, નાસિકનું 1600 ભાડું
  • સપ્તાહમાં ચાર દિવસ ઓપરેટ થશે
અમદાવાદ: ટ્રુજેટ એરલાઈન્સ 13 ફેબ્રુઆરીથી અમદાવાદથી ઇન્દોર અને નાસિક માટે વધુ બે ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. બન્નેનું બુકિંગ 11 જાન્યુઆરીથી શરૂ થયું છે.  ઈન્દોર માટેનું ભાડું રૂ.2 હજાર અને નાસિકનું રૂ.1600 ભાડું છે.

ટ્રુજેટના અધિકારીના જણાવ્યા મુજબ આ બન્ને ફ્લાઈટ બાદ એરલાઈન્સ દ્વારા અમદાવાદથી નાસિક અને ઇન્દોર માટે પણ સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદથી ઇન્દોરનું ભાડું 2000 રૂપિયા અને અમદાવાદથી નાસિકનું ભાડું 1600 રૂપિયા રહેશે. આ બન્ને ફ્લાઈટોનું  સપ્તાહમાં ચાર દિવસ બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે સંચાલન થશે. જ્યારે વધુ એક એરક્રાફ્ટ આ‌વી જતા માર્ચથી અમદાવાદથી સંચાલિત ચારેય ફ્લાઈટોનું દરરોજ સંચાલન શરૂ કરવામાં આવશે.  

ફ્લાઈટ ઉપડશે પહોંચશે
અમદાવાદ-નાસિક બપોરે 2.50 સાંજે 4.05
નાસિક-અમદાવાદ સાંજે 4.35 સાંજે 6.00
અમદાવાદ-ઇન્દોર સાંજે 6.30 સાંજે 7.25
ઇન્દોર-અમદાવાદ રાતે 7.55 રાતે 9.05

 

નોંધ: બંને ફ્લાઈટ માર્ચ મહિનાથી ડેલી શરૂ થશે