અમદાવાદ / જૂની VSના 55 ડૉક્ટર્સની SVPમાં બદલી કરાતાં વિવાદ

Divyabhaskar.com | Updated - Mar 16, 2019, 03:47 AM
ડૉક્ટરોની ટ્રાન્સફરના વિરોધમાં મ્યુનિ. વિપક્ષે મેયરને આવેદનપત્ર આપ્યું હતું
ડૉક્ટરોની ટ્રાન્સફરના વિરોધમાં મ્યુનિ. વિપક્ષે મેયરને આવેદનપત્ર આપ્યું હતું

  • સત્તાના જોરે નિર્ણય લીધાનો વિપક્ષનો આરોપ


અમદાવાદ: વીએસ સંકુલમાં જ ઉભી કરવામાં આવેલી સરદાર પટેલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં જૂની વીએસના 55 ડોકટરોને ગેરકાયદે ટ્રાન્સફર કરી દેતા વિવાદ સર્જાયો છે. મ્યુનિ.વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, સત્તાના જોરે ભાજપે ટ્રાન્સફર કરી છે. જે અટકાવવા મેયરને આવેદનપત્ર આપ્યું હતું.
દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, વિપક્ષી નેતા દિનેશ શર્મા, સિનીયર કાઉન્સિલર સુરેન્દ્ર બક્ષી સહિતના સભ્યોએ મેયરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, એસવીપી ચાલતી નહીં હોવા છતાં ત્યાં નિષ્ણાત તબીબો નહીં હોવાથી આ પગલું લેવામાં આવ્યુ છે. જૂની વીએસને નોન ટિચિંગ હોસ્પિટલ કરી દેવાની ગોઠવણ ચાલી રહી છે જેથી ગરીબ દર્દીઓને વિનામૂલ્યે મળતી સારવાર બંધ કરી દેવાશે. એસવીપી કાર્યરત થાય તેની સામે વાંધો નથી પરંતુ જૂની વીએસને નામ પૂરતી કરી દેવા સામે વાંધો છે.

X
ડૉક્ટરોની ટ્રાન્સફરના વિરોધમાં મ્યુનિ. વિપક્ષે મેયરને આવેદનપત્ર આપ્યું હતુંડૉક્ટરોની ટ્રાન્સફરના વિરોધમાં મ્યુનિ. વિપક્ષે મેયરને આવેદનપત્ર આપ્યું હતું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App