તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇકોર્ટમાં સી.કે.રાઉલજીનું નિવેદન ‘વ્હીપના અનાદર બદલ સસ્પેન્ડ કરવાની ધમકી અપાઈ હતી’

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • અહેમદ પટેલને વોટ આપવા દબાણ કરાયું હતું
અમદાવાદ: રાજ્યસભામાં અહેમદ પટેલની જીત માટે ધારાસભ્યોને શક્તિસિંહ, ભરતસિંહ સહિત અન્યોએ ધમકાવવાનું શરૂ કર્યું હતું. જો અહેમદ પટેલને પ્રથમ પસંદગીનો વોટ આપવાના  વ્હીપનો અનાદર કરશો તો તમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાશે અને તમે અપક્ષ તરીકે ચૂંટણી નહીં લડી શકો તેવી ધમકી આપી હતી. સાથે તેમને ટિકિટ રિપીટ કરવાની લાલચ પણ આપી હોવાની વાત પૂર્વ ધારાસભ્ય સી.કે. રાઉલજીએ હાઇકોર્ટ સમક્ષ પોતાની જુબાનીમાં દોહરાવી હતી. આ કેસમાં ગુરુવારે અમિત ચૌધરી હાઇકોર્ટ સમક્ષ જુબાની માટે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

રાજ્યસભામાં અહેમદ પટેલની જીતને પડકારતી રિટમાં બળવંતસિંહ તરફે પૂર્વ ધારાસભ્ય સી.કે. રાઉલજીએ હાઇકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, તેમણે કરેલી પોતાની એફિડેવિટ સાચી છે. જેમાં તેમણે એવી રજૂઆત કરી હતી કે, તેમની ધારાસભ્ય તરીકેની ટિકિટ પણ અહેમદ પટેલે જ કન્ફર્મ કરી હતી. દિલ્હી કોંગ્રેસમાં અહેમદ પટેલ કહે તેમજ થાય છે. આ સ્થિતિમાં સતત 24 વર્ષથી તેઓ ગુજરાતની બેઠક પર રાજ્યસભા પર જીતતા આવ્યા છે.

તેઓ 25મી જુલાઇ 2017ની બેઠકમાં ગયા ન હતા. જે ધારાસભ્યો આ બેઠકમાં ન હતા તેમને શક્તિસિંહ, ભરતસિંહ દ્વારા ધમકાવવામાં આવતા હતા. તેમને પણ ધમકી આપી હતી કે, જો વ્હીપનું પાલન કરી અહેમદ પટેલને પ્રથમ પસંદગીનો મત નહીં આપો તો પછી તમને પક્ષાંતરધારા હેઠળ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાશે. તમે અપક્ષ તરીકે પણ ચૂંટણી લડી શકશો નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો