મહિલા સમાચાર / બોર્ડની પરીક્ષાના CCTVનું ચેકિંગ સંપૂર્ણ પણે મહિલા સ્ટાફ સંભાળે છે

Divyabhaskar.com | Updated - Mar 16, 2019, 03:41 AM
બોર્ડની પરીક્ષા દરમિયાન રેકોર્ડિંગ કરેલા સીસીટીવીની ચકાસણી હાથ ધરવામાં આવી છે
બોર્ડની પરીક્ષા દરમિયાન રેકોર્ડિંગ કરેલા સીસીટીવીની ચકાસણી હાથ ધરવામાં આવી છે

  • અમદાવાદ ગ્રામ્ય DEO ઓફિસમાં 35 મહિલા કર્મી રોજની 350 સીડી ચેક કરે છે

અમદાવાદ: ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન દરેક સ્કૂલે સીસીટીવી રેકોર્ડિંગ કરવા ફરજિયાત છે. ગ્રામ્ય ડીઇઓ કચેરીમાં બોર્ડની પરીક્ષા દરમિયાન સ્કૂલોએ જમા કરાવેલી સીસીટીવી રેકોર્ડિંગની સીડીનું ઇન્સ્પેક્શન શરૂ કરાયું છે. સીસીટીવી મોનિટરિંગમાં તમામ સ્ટાફ મહિલા કર્મચારી છે. બે કેન્દ્રો પર 35 મહિલા કર્મચારીઓ દરરોજની 350 જેટલી સીડી ચેક કરે છે.

સીસીટીવી ચેક કરતા સમયે જો કોઇ વિદ્યાર્થી ચોરી કરતા જોવા મળે તો પરીક્ષા કેન્દ્રના બ્લોક સુપરવાઇઝર, વિદ્યાર્થી અને વિદ્યાર્થી જે સ્કૂલનો હોય તે સ્કૂલના આચાર્યને બોલાવીને તે વિઝ્યુઅલ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ બોર્ડને વિદ્યાર્થીની ગેરરીતિ અંગેની જાણ કરવામાં આવે છે.

X
બોર્ડની પરીક્ષા દરમિયાન રેકોર્ડિંગ કરેલા સીસીટીવીની ચકાસણી હાથ ધરવામાં આવી છેબોર્ડની પરીક્ષા દરમિયાન રેકોર્ડિંગ કરેલા સીસીટીવીની ચકાસણી હાથ ધરવામાં આવી છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App