તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ.આફ્રિકામાં ઓડના રવિ પટેલ પર અશ્વેતોનો ગોળીબાર, મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉમરેઠ: દ. આફ્રિકાના જ્હોનિસબર્ગમાં આવેલા એક સ્ટોરમાં અશ્વેતોએ લૂંટના ઈરાદે ગત છઠ્ઠી જાન્યુઆરીએ ફાયરીંગ કર્યું હતું. જેમાં આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા સ્થિત ઓડ ગામના 26 વર્ષીય યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. જેનું સારવાર દરમિયાન મંગળવારે મોત નીપજ્યું હતું. ઉમરેઠના ઓડ ગામમાં રહેતા રવિકુમાર જશભાઈ પટેલ છેલ્લાં ચાર વર્ષથી દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં સ્થાયી થયો હતો. તે તેના સંબંધી પરેશભાઈની જ્હોનિસબર્ગ સ્થિત સનસીટી એરિયા પર આવેલા સ્ટોરમાં નોકરી કરતો હતો. ગત છઠ્ઠી જાન્યુઆરીના રોજ તે સ્ટોર પર હાજર હતો.

એ સમયે ત્રણથી ચાર અશ્વેત યુવકો બંદુક સાથે તેમના સ્ટોર પર ધસી આવ્યા હતા. અને રવિકુમાર પટેલ કંઈ સમજે વિચારે તે પહેલાં જ તેણે તેના પર આડેધડ ફાયરીંગ કરી દીધું હતું.આ બનાવમાં ત્રણેક ગોળી યુવકના પગ અને પેટના ભાગે વાગી હતી. બનાવને પગલે તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. દરમિયાન અશ્વેતો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં યુવકનું મંગળવારે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ ઓડ ખાતે રહેતા તેના પરિવારજનોમાં થતાં જ તેમના પર આભ તૂટી પડ્યું હતું અને તેઓ શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો