ઈન્વેસ્ટમેન્ટની એક્ટિંગ / 'ખુશ્બુ ગુજરાત કી' એડ મફતમાં કર્યાનું કહી અમિતાભે બીજા જ વર્ષે ગાંધીનગરમાં મોકાની જગ્યાએ જમીન લીધી

Amitabh Bachchan aquire land near gandhinagar due to Khusboo Gujarat add
X
Amitabh Bachchan aquire land near gandhinagar due to Khusboo Gujarat add

  • અમિતાભ બચ્ચને ફાઈવસ્ટાર હોટેલ બનાવવા ગિફ્ટ સિટી પાસે 2011માં ખરીદેલી જમીન પર ખેતી થાય છે
  • ગુજરાતમાં રોકાણના આંબા-આંબલી બતાડી અમિતાભ, અનુપમ, વિવેક, જેકી નરેન્દ્ર મોદીની 'ફિલમ' ઉતારી ગયા

Divyabhaskar.com

Mar 19, 2019, 08:25 AM IST
ટીકેન્દ્ર રાવલ. અમદાવાદઃ નરેન્દ્ર મોદી 2007ની વિધાનસભા ચૂંટણી જીત્યા તે પછી તેમને પોતાની ઈમેજનો મેકઓવર કરવો હતો. ધીમે-ઘીમે મોદીની છબિ 'વિકાસપુરુષ' તરીકે પ્રસ્થાપિત થઈ રહી હતી. આવામાં 2009માં બોલિવૂડ સમ્રાટ એટલે કે બિગ-બી એટલે કે અમિતાભ બચ્ચન સાથે મોદીની નિકટતા વધી અને જન્મ થયો ઐતિહાસિક 'ખૂશ્બુ ગુજરાત કી' એડ કેમ્પેઈનનો. ત્યારબાદ બોલિવૂડ ફિલ્મસ્ટાર્સના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા હતા.
ઉપરછલ્લી રીતે તો એવું કહેવાય છે અને ખુદ બચ્ચને પણ જાહેરમાં કહ્યું છે કે, ખૂશ્બુ ગુજરાત કી... કેમ્પેઈન માટે તેમણે એક રૂપિયો નથી લીધો. પરંતુ એક રસપ્રદ યોગાનુયોગ એ છે કે 2010માં 'ખૂશ્બુ ગુજરાત કી'નું એડ શૂટિંગ શરૂ થયું અને તેના પછીના જ વર્ષે બચ્ચને ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પાસે આશરે 23 હજાર ચો.મી. જમીન રૂ. 7 કરોડમાં ખરીદી હતી. અમિતાભ બચ્ચને તે સમયે આ જમીનને બિનખેતી કરાવી અને પછી ખરીદી હતી અને એ જગ્યાએ ફાઈવ સ્ટાર હોટેલ શરૂ કરવાનો પ્રોજેક્ટ જાહેર કર્યો હતો.
1

અમિતાભ. અનુપમ, જેકી, વિવેક, દેવગણ પણ આવ્યા

અમિતાભ. અનુપમ, જેકી, વિવેક, દેવગણ પણ આવ્યા

મોદીના શાસનકાળમાં 'ખૂશ્બુ ગુજરાત કી' ના નામે બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદ બોલિવૂડના અનેક કલાકારોની ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં લાઈન લાગવા લાગી હતી. દર મહિને બોલિવૂડની એકાદ સેલિબ્રિટીનો ગાંધીનગર આવીને મોદી સાથેનો ફોટો છપાતો જોવા મળ્યો હતો. મોદીને મન બોલિવૂડ સાથેનો ઘેરોબો તેમની ઈમેજ મેકઓવર માટે લાભદાયી હતો. બીજી તરફ મોદી સાથેની મુલાકાતોમાં બોલિવૂડના ઘણા કલાકારોએ ગુજરાતમાં મૂડીરોકાણનો ઈરાદો વ્યક્ત કર્યો હતો અને મોટી-મોટી જાહેરાતો પણ કરી હતી. પરંતુ હકીકતમાં આ બધાએ ગુજરાત સરકારને કોણીએ ગોળ લગાડ્યો છે.

રોકાણના નામે સૌએ ફક્ત 'એક્ટિંગ' કરી
અમિતાભે ફાઈવ સ્ટાર હોટેલ બનાવવાના નામે બિનખેતી જમીન ખરીદી હતી. જેકી શ્રોફે બગોદરામાં ફિલ્મસિટી બનાવવાની, અનુપમ ખૈરે એક્ટિંગ સ્કૂલ શરૂ કરવાની, વિવેક ઓબેરોયે થીમબેઝ રિસોર્ટ અને ટાઉનશીપ બનાવવાની અને અજય દેવગણે ચારણકામાં સોલર પાર્ક શરૂ કરીને 25 મેગાવોટ વીજ ઉત્પાદનનીજાહેરાત કરી હતી. આ માટે મોદી સરકાર સાથે વાઈબ્રન્ટમાં એમઓયુ પણ કર્યા હતા. પરંતુ આજે દસેક વર્ષના ગાળા બાદ પણ મોટાભાગના પ્રોજેક્ટોમાં કશું નક્કર થયું નથી. ફિલ્મ કલાકારોએ ગુજરાતમાં લીધેલી જમીન અને તેની પરના પ્રોજેક્ટી હકીકત વિશે દિવ્ય ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે ક્યાંક ભેંસો ચરી રહી છે, તો ક્યાંક જંગલ બની ગયું છે.
(આ દરેક ફિલ્મસ્ટારે ખરીદેલી જમીન પર આજે શું સ્થિતિ છે તેના નક્કર પુરાવા જાણવા જોતાં રહો દિવ્ય ભાસ્કર એપ એક્સ્ક્લુઝિવ સ્ટોરી)

2

જમીન NA કરાવ્યા પછી અમિતાભે ખરીદી

જમીન NA કરાવ્યા પછી અમિતાભે ખરીદી

ગાંધીનગર ગિફ્ટ સિટીને અડીને આવેલા શાહપુર ગામની 23,169 ચોરસ મીટર જમીન બચ્ચને રૂ. 6.95 કરોડમાં 23 નવેમ્બર, 2011ના રોજ ખરીદી હતી. સ્થાનિક જમીન માલિક વિરમભાઇ ગમારા પાસેથી બચ્ચન આ જમીન ખરીદી શકે તેમાં એક મોટો અવરોધ હતો. શાહપુર ગામના સરવે નંબર 14, 15 અને 16ની આ જમીન ખેતીની હતી, જ્યારે અમિતાભ બચ્ચન ખેડૂત ન હોવાથી તેઓ ખેતીની આ જમીન ખરીદી શકે તેમ ન હતા. આ કારણે પહેલાં આ જમીનને બિન ખેતી એટલે કે NA કરાવાઈ હતી અને પછી બચ્ચને તેને ખરીદી હતી. તે સમયે આ જમીન પર અમિતાભ બચ્ચને ફાઈવ સ્ટાર હોટલ બનાવવા માટેનો પ્રોજેક્ટ જાહેર કર્યો હતો. પરંતુ આટલા વર્ષેય તેની પર કોઈ પ્રોજેક્ટ શક્ય બન્યો નથી. રસપ્રદ બાબત એ છે કે 'ખૂશ્બુ ગુજરાત કી' એડ કેમ્પેઈન માટે એક રૂપિયો પણ નહીં લેવાની બચ્ચને જાહેરાત કર્યાના એકાદ વર્ષમાં જ તેમણે ગાંધીનગરમાં આ જમીન લીધી હતી.

અહીં તો અમિતાભ હજુ ય બાજરી-મકાઈ વાવે છે
ગિફ્ટ સિટીને અડીને આવેલા શાહપુર ગામની સરવે નંબર 14, 15 અને 16ની આશરે દસ વીઘા જમીન અમિતાભે ખરીદી છે તે ત્રણ ટુકડામાં વહેંચાયેલી છે. જેમાં એક હિસ્સામાં ખેતી થઈ રહી છે. બચ્ચને આ જમીનને બિનખેતી કરાવી ખરીદી હતી જેથી નિયમ અને કાયદા મુજબ આ જમીન પર ખેતી થઇ શકે નહીં. પરંતુ આજે પણ આ જમીનમાં મકાઇ અને બાજરીની ખેતી થાય છે. આ જમીનના રેકર્ડમાં 2018 અને 19માં બાજરી અને મકાઈનો પાક લેવાયો હોવાનું સત્તાવાર રીતે નોંધાયેલું છે. જાણકારોના કહેવા મુજબ કોઈ જમીનને સરકારી ચોપડે બિનખેતીની બતાવેલી હોય તો તેની પર ખેતી કરવી એ કાયદા અને નિયમો ભંગ કહી શકાય

3

હોટેલ તો દૂર, અહીં સુધી પહોંચવાનો રસ્તો ય ન બન્યો

હોટેલ તો દૂર, અહીં સુધી પહોંચવાનો રસ્તો ય ન બન્યો
ફાઈવ સ્ટાર હોટેલ બનાવવાના નામે ખરીદાયેલી સોનાની લગડી જેવી જમીન પર 7 વર્ષ વિતવા છતાં હજુ ય ખેતી જ થઈ રહી છે. એટલું જ નહીં, આ જમીન સુધી પહોંચવાનો કોઈ રસ્તો પણ બનાવવામાં આવ્યો નથી. આમ છતાં આ દસ વીઘા જમીન ખરીદીને અમિતાભને ડબલ ફાયદો થઈ ગયો જ છે. 2011માં અમિતાભે સાત કરોડ રૂપિયામાં ખરીદેલી આ જમીનનો બજારભાવ આજે રૂ. 14 કરોડ સુધી પહોંચી ગયો છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી