તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Alicebridge's Former MLA And His Wife Live A Restraint Life For 15 Years With Brahmacharya

એલિસબ્રિજના પૂર્વ ધારાસભ્ય અને તેમનાં પત્ની દંપતી 15 વર્ષથી બ્રહ્મચર્યથી સંયમિત જીવન જીવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનમાં સંયમ દાખવતા આ બ્રહ્મચર્યના વ્રતના પાલનમાં ખૂબ જ સરળતા-સફળતા મળી છે - Divya Bhaskar
મનમાં સંયમ દાખવતા આ બ્રહ્મચર્યના વ્રતના પાલનમાં ખૂબ જ સરળતા-સફળતા મળી છે
  • આજીવન બ્રહ્મચર્યના વ્રતના સંકલ્પથી જીવનમાં અવર્ણનીય પરિવર્તન આવ્યું છે

અમદાવાદઃ શહેરના એલિસબ્રિજના પૂર્વ ધારાસભ્ય ભાવિન શેઠ અને તેમના પત્ની પિન્કી બહેન 15 વર્ષથી  જૈન ધર્મના મહત્ત્વના તપ પૈકીના બ્રહ્મચર્યનુ પાલન કરી રહ્યા છે. બાળપણથી જૈન ધર્મ પ્રત્યે આસ્થા ધરાવતા શેઠ નિયમિત નહેરુનગર સ્થિત જૈન દેરાસરમાં દર્શનાર્થે આવતા. 2004માં જૈન દેરાસરમાં વિવિધ પ્રકારના સંકલ્પો અંગેની ઉછામણી બોલાવવામાં આવતી. જૈન શ્રાવકોએ પાંચ દિવસથી લઈને પાંચ-દસ વર્ષ સુધી બ્રહ્મચર્યના વ્રતના પાલનનો સંકલ્પ લીધો.

ભાવિનભાઈને પણ આજીવન બ્રહ્મચર્યના પાલનની ઇચ્છા થઈ. પત્ની પિન્કીબહેનને ફોન કરી ઈચ્છા વ્યક્ત કરી, તેઓ પણ પોતાની એ જ ઇચ્છા હોવાનું જણાવ્યું. શેઠ કહે છે,‘ સંકલ્પ લેતા પહેલાં ટૂંકા ગાળા માટે બ્રહ્મચર્યના પાલન માટેનો સંકલ્પ લીધો હતો, પરંતુ કાયમ માટે આજીવન બ્રહ્મચર્યના વ્રતના સંકલ્પના લીધે જીવનમાં અવર્ણનીય પરિવર્તન આવ્યું છે,

સંતોષ અને પ્રામાણિકતાનુ પ્રમાણ વધ્યું છે. સંસારમાં રહીને પણ જીવનમાં કંઈક અલૌકિક આનંદની અનુભૂતિ થતી હોય તેવુ લાગે છે.’ શેઠે ઉમેર્યું કે,‘બ્રહ્મચર્યના પાલનના માર્ગમાં અગાઉ પ્રારંભમાં થોડીક તકલીફો પણ પડી.

અન્ય સમાચારો પણ છે...