અમદાવાદ / મેઘાણીનગરમાં યુવકનું ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ગાયનો મેડિકલ ટેસ્ટ કરાશે

Divyabhaskar.com | Updated - Apr 16, 2019, 03:30 AM
ahmedabad youth bad work with cow

  •  ગાયને શોધવા ગયેલા ગોપાલકે યુવકને પકડી પોલીસ બોલાવી હતી
  • ડીસીપીએ તાત્કાલિક મેડિકલ ટેસ્ટ કરી પુરાવા એકત્રિત કરવા સ્થાનિક પોલીસને સૂચન કર્યું


અમદાવાદ: મેઘાણીનગરમાં એક યુવકે ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી છે. જ્યારે ગાયને તેના માલિકને સોંપી છે. બીજી તરફ ડીસીપીએ સ્થાનિક પીઆઈને એફએસએલની હાજરીમાં ગાયનું મેડિકલ કરાવવા અને પુરાવા મેળવવા સૂચન કર્યું છે, જેથી સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી.


મેઘાણીનગરમાં એક ગોપાલક રવિવારે તેમણે છૂટી મૂકેલી ગાયને શોધવા ગયા હતા ત્યારે ભાર્ગવ રોડ પર કાર્ગો ગેટની અંદરના ભાગે એરપોર્ટની દીવાલ પાસે લાલો પટણી નામનો યુવક ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યો હોવાનું જોયું હતું. આથી તેમણે તેને પકડી લીધો હતો. સાથે જ તેમણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પૂછપરછમાં લાલો અટકી અટકીને બોલતો હોવાથી તેના મોટા ભાઈ ભરત પટણી બોલાવાતા તેણે જણાવ્યું હતું કે, લાલો બોલી શકતો નથી.

પોલીસે મેડિકલ વિના ગાય સોંપી દીધી હતી :પોલીસે ગાયને તેના માલિકને કોઈ પણ મેડિકલ ટેસ્ટ વગર સોંપી દીધી હતી. ડીસીપી ઝોન-4 નીરજ બડગુજરના ધ્યાને આ બાબત આવતા તેમણે સ્થાનિક પીઆઈને એફએસએલની ટીમની હાજરીમાં ગાયનું મેડિકલ કરાવવા સૂચન કર્યું હતું, જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

24 કલાકમાં ગાયનો ટેસ્ટ થવો જોઈએ:‘આવા કેસમાં 24 કલાકમાં ગાયનું એક્ઝામિનેશન થવું જોઈએ. 24 કલાકની અંદર હિસ્ટોપેથોલોજિકલ ટેસ્ટ થવો જોઈએ, જેથી તેની ઇન્ટર્નલ ઇન્જરી હોય તો ખબર પડે. આ ટેસ્ટ ગુનાની ફરિયાદના પુરાવા બને છે.’ - ડો. કિશોર ત્રાસદિયા, પશુચિકિત્સક

X
ahmedabad youth bad work with cow
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App