તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ મ્યુનિ.એ ઝોનવાર ગલ્લાઓનો સરવે કર્યો, તમામને લાલ થૂંકદાની મૂકવા નોટિસ અપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહક પાન ખાઈને થૂંકશે તો ગલ્લાવાળાને 2 હજાર દંડ

અમદાવાદ: શહેરને વધુ સ્વચ્છ કરવા હવે કોર્પોરેશને પાનના ગલ્લાની આસપાસ જાહેર રોડ, ફૂટપાથ કે દીવાલો પર થૂંકેલુ દેખાશે તો થૂંકનાર ઉપરાંત ગલ્લા માલિકનેે પણ દંડ કરવામાં આવશે. મ્યુનિ.પબ્લિક હેલ્થ બાયલોઝ અંતર્ગત નક્કી કરવામાં આવેલા દંડ મુજબ થૂંકનારને રૂા.100નો અને પાનના ગલ્લા માલિકને રૂા.2 હજારનો આકરો દંડ ફટકારવામાં આવશે. ચૂંટણી પછી આ કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ મ્યુનિ.સૂત્રોનું કહેવું છે. 
હાલમાં જાહેરમાં થૂંકનારા સામે દંડ વસૂલવાની ઝુંબેશ ચાલુ 
અત્યાર સુધી માત્ર થૂંકનારને જ દંડ કરવામાં આવે છે પરંતુ રોડ, ફૂટપાથો અને દીવાલો પર થૂંકીને જતા રહે પછી કોણ થૂંકી ગયું તે સ્પષ્ટ થતું  નથી જેને પગલે હવે જે તે ગલ્લામાલિકને જ તેનો દંડ કરવામાં આવશે. મ્યુનિ.દ્વારા સમગ્ર શહેરમાં કેટલા ગલ્લા છે તેનો સરવે પણ કરવામાં આવ્યો છે અને તમામ માલિકોને નોટિસ પાઠવી ફરજિયાત ગલ્લાંની બહાર લાલ રંગની માટીવાળી થૂંકદાની મૂકવા આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જાહેરમાં થૂંકનારા સામે દંડ વસૂલવાની ઝુંબેશ ચાલી રહી છે.

  • રોડ, ફૂટપાથ અને દીવાલો બગડતી રોકવા મ્યુનિ. હવે સઘન ઝુંબેશ હાથ ધરશે

થૂંકનારને રોકવા માલિક સામે કાર્યવાહી
ગલ્લામાલિકને દંડ કરવાનો હેતુ અંગે મ્યુનિ.અધિકારીનું કહેવુ છે કે, થૂંકનારા ગ્રાહકો હોય છે પણ જો માલિકને દંડ કરવામાં આવે તો તે એક મેસેન્જર તરીકે કામગીરી કરી શકે અને તેમને ત્યાં આવનારા ગ્રાહકોને ગમે ત્યાં થૂંકવાને બદલે માત્ર થૂંકદાનીમાં જ થૂકે તેવી તાકીદ કરી શકે. 
ચૂંટણી પછી કાર્યવાહી હાથ ધરાશે
દરેક ઝોનમાં કેટલા પાનના ગલ્લાં છે તેનો સરવે કરવામાં આવ્યો છે અને તમામને લાલ રંગની થૂંકદાની મૂકવા નોટિસ પણ આપવામાં આવી છે. આ મૂકાઈ ગયા પછી પણ જો પાનના ગલ્લાંની આસપાસ દીવાલો કે ફૂટપાથ બગાડવામાં આવશે તો દંડ કરાશે. આ કાર્યવાહી ચૂંટણી પછી હાથ ધરાશે. - હર્ષદ સોલંકી, ડિરેકટર, સોલિડ વેસ્ટ વિભાગ

જાહેરમાં ટોઈલેટ બદલ 3400 અને થૂંકવા બદલ 15 હજાર દંડ

ઝોનજાહેરમાં પેશાબ નોટિસદંડજાહેરમાં થૂંકવા નોટિસદંડ
પૂર્વ272350343150
પશ્ચિમ025001000
ઉત્તર4400101200
દક્ષિણ002200
મધ્ય00879250
ઉત્તર પશ્ચિમ24006750
દક્ષિણ પશ્ચિમ0000
કુલ33340013915550
  • જાહેરમાં ટોઈલેટ કરવા બદલ સૌથી વધુ દંડ પૂર્વ ઝોનમાં રૂ.2350 અને થૂંકવા બદલ મધ્યમાં 9,250 દંડ કરાયો છે. 

દ.ઝોનમાં સૌથી વધુ ગલ્લા

  • મ્યુનિ.ના સરવેમાં શહેરમાં કુલ 3424 ગલ્લા હોવાનું સ્પષ્ટ થયું છે. 

ઝોનસંખ્યા
પૂર્વ539
પશ્ચિમ407
ઉત્તર608
દક્ષિણ1049
મધ્ય396
ઉત્તર પશ્ચિમ319
દક્ષિણ પશ્ચિમ106
કુલ3424
અન્ય સમાચારો પણ છે...