• Gujarati News
  • National
  • Ahmedabad Has Been Brewed In 44 Degrees, Yet There Will Be A Four day Fire Burning FurnaceAhmedabad Has Been Brewed In 44 Degrees, Yet There Will Be A Four day Fire Burning Furnace

અમદાવાદ 44 ડિગ્રીમાં શેકાયું, હજી ચાર દિવસ ધગધગતી ભઠ્ઠી બનશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ મ્યુનિ.એ 5 એપ્રિલ માટે ઓરેન્જ, 6-7-8 માટે યલો એલર્ટની આપેલી ચેતવણી
  • શહેરીજનોને બપોરે કામ સિવાય ઘર-ઓફિસની બહાર ન નિકળવા, પૂષ્કળ પાણી પીવા ભલામણ

અમદાવાદ: આ વર્ષે વરસાદ ઓછો થતાં સોઇલ મોશ્ચર અને સરફેસ એનર્જી બેલેન્સમાં ફેરફારથી રાજ્યમાં ગરમીની તીવ્રતા વધી છે, સાથો સાથ સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્રમાં મધ્ય લેવલે સર્જાયેલા હાઇપ્રેશરની અસરથી ભેજ ઘટતાં જમીન સુકી બની છે. જેથી રાજ્યનાં 8 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી તેમજ અમદાવાદ 43.7 ડિગ્રી સાથે રાજ્યનું પ્રથમ અને દેશનું છઠ્ઠું ગરમ શહેર બન્યું હતુ.

એટલું જ નહિ, 20 વર્ષમાં પ્રથમવાર એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર કરી ગયો છે. શુક્રવારે અમદાવાદમાં ગરમીનો પારો 43.0 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી અમદાવાદ મ્યુનિ.એ ઓરેન્જ એલર્ટ અને પછીનાં ત્રણ દિવસ યલો એલર્ટ જારી કર્યું છે. હિટવેવની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં 8 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી ગયો હતો. અમદાવાદમાં હિટવેવની અસરોથી ભેજનું પ્રમાણમાં 30 ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. 

અમદાવાદમાં ભેજનું પ્રમામ સવારે 8.30 કલાકે 47 ટકા નોંધાયું હતું, જે સાંજે 5.30 કલાકે ઘટીને 15 ટકાએ પહોંચતાં વાતાવરણમાં ગરમીની સાથે સખત બફારાથી લોકો પરસેવે રેબઝેબ થયાં હતા.

આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પારો 42.થી 43.0 ડિગ્રીથી વધુ નોંધાીતા લોકોઅે ચમાડી બાળતી ગરમીનો અનુભવ કર્યો હતો. અાગામી 24 કલાક દરમિયાન રાજ્યનાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા સહિત સોરાષ્ટ્ર-કચ્છનાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છમાં હિટવેવની અસરોથી ગરમીનો પારો 43 ડિગ્રીની અાસપાસ રહેવાની શક્યતા છે.

સોઇલ મોશ્ચર અને સરફેસ એનર્જી બેલેન્સમાં ફેરફારથી એપ્રિલમાં આટલી ગરમી વધી

આ વર્ષે ચોમાસું નબળુું રહેતાં વરસાદ ઓછો થયો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઇ હતી. જયારે પણ વરસાદ ઓછા થાય ત્યારે જમીનને જરૂર હોય તેટલું પાણી મળતું નથી. જેથી સોઇલ(જમીન) મોશ્ચચર અને જમીનના સરફેસ બેલેન્સમાં ફેરફાર થાય છે, અને જમીન એકદમ સૂકી બને છે, જેથી લાંબે ગાળે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થાય છે.

જેમ કે, વર્ષ 2009માં ગુજરાતમાં દુકાળ પડ્યો હતો જેને કારણે ગુજરાતમાં વર્ષ 2010માં 7મી એપ્રિલે ગરમીનો પારો 43.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ વખતે અલ નીનોની ઇફેક્ટ અને સોઇલ મોશ્ચરમાં ફેરફારથી જમીન સૂકી રહેશે, જેથી ઉનાળામાં ગરમીનો 46.0 ડિગ્રી સુધી પહોંચતા ગરમી વધુ પડવાની શક્યતા છે. પરંતુ, એપ્રિલની શરૂઆતમાં ગરમીનો પારો સામાન્ય કરતાં 6.0 ડિગ્રી વધીને 43.7 ડિગ્રીએ પહોંચ્યો.

20 વર્ષમાં એપ્રિલની શરૂઆતમાં પારો 43.0 ડિગ્રી વટાવી ગયો

200044.2°
200142.8°
200245 °
200343.9°
200442.3°
200542.2°
200640.9°
200742.6°
200843.2°
200944.3°
201044.6°
201142.5°
201242°
201342.4°
201443.2°
201543.3°
201643.6°
201743.6°

ક્યાં કેટલી ગરમી

શહેરતાપમાન
અમદાવાદ43.7°
સુરેન્દ્રનગર43.4°
અમરેલી-ડીસા43.2°
રાજકોટ-ભુજ42.8°
ગાંધીનગર42.6°
કંડલા એરપોર્ટ42.2°
વડોદરા41.6°
વલ્લભ વિદ્યા40.3°
ભાવનગર40.3°

(તાપમાન ડિગ્રીમાં)