તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યસભાની ચૂંટણીમાં મત માટે અહેમદ પટેલે ધમકી આપી હતી: રામસિંહ પરમાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અહેમદ પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
અહેમદ પટેલની ફાઈલ તસવીર
  • કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમારની હાઇકોર્ટમાં એફિડેવિટ 
  • આજે સુનાવણી, સી.કે. રાઉલજી જુબાની આપે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના નેતા અહેમદ પટેલે રાજ્યસભાની ચૂંટણીમાં તેમને મત આપવા ધારાસભ્યોને ધમકી આપ્યાની એફિડેવિટ પૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમારે હાઇકોર્ટમાં કરી છે. તેમનો આક્ષેપ છે કે, 25 જુલાઈ 2017ની બેઠકમાં ધારાસભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવા ધમકી અપાઈ હતી. 

 

અહેમદ પટેલના ઇશારે તમામ ધારાસભ્યોને ડરાવવા ધમકાવવાનું શરૂ કર્યું હતું

 

હાઈકોર્ટે કેસની સુનાવણી બુધવાર પર મુલતવી રાખી છે. જુબાની માટે ભૂતપૂર્વ ધારાસભ્ય સીકે રાઉલજી હાજર રહે તેવી શક્યતા છે. ભૂતપૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમારે હાઈ કોર્ટ સમક્ષ એફિડેવિટ સાથે એવી રજૂઆત કરી હતી કે, તેઓ ઠાસરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017માં રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરવાના હતા ત્યારે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તેમ જ ધારાસભ્યોને પૂછ્યા સિવાય જ નામો જાહેર કરાયા હતાં. તેને કારણે અસંતોષ હતો. એકમાત્ર અહેમદ પટેલનું નામ ફાઇનલ 
થયું હતું.


સોનિયા ગાંધીના સલાહકાર તરીકે અહેમદ પટેલના એકચક્રી શાસનને કારણે અહેમદ પટેલ છેલ્લી ચાર ટર્મથી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવતા હતા. પાંચમી વખત પણ તેમનું નામ જાહેર થયું હતું, જે બાબતે ધારાસભ્યો સાથે આ બાબતે ગંભીર ચર્ચાઓ થઈ હતી. બીજી તરફ શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી સહિત અન્યોએ અહેમદ પટેલના ઇશારે તમામ ધારાસભ્યોને ડરાવવા ધમકાવવાનું શરૂ કર્યું હતું. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો