તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્ઞાતિવાદથી કંટાળી ગયેલા યુવકની પોતાને નાસ્તિક જાહેર કરવા માટે હાઇકોર્ટમાં અરજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંધારણ મુજબ ધર્મ નિરપેક્ષતાનો અધિકાર છતાં કલેક્ટરે અરજી ફગાવતાં કોર્ટમાં ગયો

અમદાવાદ: દેશમાં જ્ઞાતિવાદથી કંટાળેલા યુવકે પોતાનો ધર્મ ધર્મનિરપેક્ષ-નાસ્તિક જાહેર કરવાે હાઇકોર્ટમાં રિટ કરી છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર તેમજ જિલ્લા કલેકટરને નોટિસ પાઠવી વધુ સુનાવણી 9 જુલાઇ પર મુલત્વી રાખી છે. 
રિક્ષાચાલક યુવકે બંધારણીય જોગવાઇઓને ધ્યાને લઇ પોતાને ધર્મ નિરપેક્ષ રહેવાનો અધિકાર હોવા છતાં જિલ્લા કલેકટરે તેની અરજી નકાર્યાનો દાવો કર્યો છે. 

અરજદાર રાજવિર ઉપાધ્યાયે હાઇકોર્ટ લીગલ સર્વિસ કમિટી મારફતે એડવોકેટ મેળવી  હાઇકોર્ટ સમક્ષ રિટ કરી છે કે, તેઓ જન્મે એસ.સી. કેટેગરીમાં ગરોડા બ્રાહ્મણ છે. હાલ તેઓ દેશ અને રાજ્યમાં પ્રવર્તમાન જ્ઞાતિની સિસ્ટમને કારણે પરેશાન છે તેથી બંધારણીય જોગવાઇ પ્રમાણે તેમને ધર્મ બદલવાની અપાયેલી સત્તા હેઠળ પોતાની જાતને હિંદુમાંથી ધર્મ નિરપેક્ષ બનાવવા ઇચ્છે છે.  બંધારણના આર્ટિકલ 25 અને 26 હેઠળ દેશના તમામ નાગરિકોને ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. જો કાયદો ધર્મ નિરપેક્ષ અથવા તો નાસ્તિક તરીકે તેને ધર્મ બદલવાની સત્તા ન આપે તો તે બંધારણીય જોગવાઇની વિરૂદ્ધનું છે. 

અરજદારના એડવોકેટ હાર્દિક શાહે રજૂઆત કરી હતી કે,  19 ઓક્ટોબર 2015ના રોજ ધર્મ બદલવા અમદાવાદ જિલ્લા કલેકટરને અરજી કરી હતી. તેમની અરજી બાબતે કોઇ જવાબ ન આવ્યો એટલું જ નહીં પરંતુ બીજી અરજી પછી 16 મે 2017એ કલેક્ટરે તેમની અરજી ફગાવી હતી.

કલેક્ટરે કહ્યું હતું, કોઈ જોગવાઈ નથી

અરજદાર રાજવીરની અરજી ફગાવતાં જિલ્લા કલેકટર તંત્રે સ્પષ્ટતા કરી હતી કે, ધી ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ 2003 અને ધી ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન રૂલ્સ 2008માં કોઇપણ નાગરિક પોતાનો ધર્મ બદલી શકે છે. જોકે તેમાં નાસ્તિક કે ધર્મ નિરપેક્ષમાં બદલવાની કોઇ જોગવાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...