તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલોની સુપ્રીમમાં એફિડેવિટ: FRC ધારાધોરણ વગર જ ફી નક્કી કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમ કોર્ટ (ફાઈલ) - Divya Bhaskar
સુપ્રીમ કોર્ટ (ફાઈલ)
  • ફી કમિટીએ કોઇ પણ પ્રકારની ચકાસણી વગર જ ફી નક્કી કર્યાની દલીલ
  • 4 હજાર સ્કૂલની ફીમાં કાપ મૂક્યો પરંતુ કારણોનો કોઈ ખુલાસો કરાયો નથી
અનિરુદ્ધસિંહ પરમાર: સ્કૂલ સંચાલકોએ સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવિટમાં આક્ષેપ કર્યો છે કે, ફી રેગ્યુલેશન કમિટી સ્કૂલોની ફી નક્કી કરતી વખતે કોઈપણ ધારાધોરણને ધ્યાનમાં રાખતી નથી.  સ્કૂલોનો આક્ષેપ છે કે, એફઆરસીએ અમે સબમિટ કરેલા કોઈ ડોક્યુમેન્ટની ચકાસણી કરી નથી. આમ સ્પષ્ટ નિયમોના અભાવે સ્કૂલોની ફી નક્કી કરવામાં ભ્રષ્ટાચારની શંકા છે. 

સ્કૂલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી 4 હજાર જેટલી સ્કૂલોની ફીમાં 20 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. પરંતુ ફીમાં મુકવામાં આવેલો કાપ કઇ બાબતોને ધ્યાનમાં રાખીને મુકવામાં આવ્યો છે તેના નિયમો કમિટી પાસે નથી. આ ઉપરાંત જો એફઆરસી માત્ર સ્કૂલે સબમિટ કરેલા ડોક્યુમેન્ટને  આધારે ફી નક્કી કરશે તો ભવિષ્યમાં દરેક સ્કૂલો સરકારી યોજનાઓની માફક માત્ર ડોક્યુમેન્ટમાં જ વધારે ધ્યાન આપશે,

ગ્રાઉન્ડ વર્ક પર વધારે ભાર નહીં મુકે, એકંદરે ખાનગી સ્કૂલોમાં પણ શીક્ષણનું સ્તર ઘટી શકે છે. આ તમામ બાબતોને સ્કૂલ સંચાલકો દ્વારા સુપ્રિમ કોર્ટમાં 1500 પાનાના કેસમાં એફિડેવિટ કરીને સબમિટ કરવામાં આવી છે.

સ્કૂલોએ એફિડેવિટમાં જણાવ્યું છે કે સરકારના ફી નિયમન એક્ટ અને એફઆરસીની કાર્યવાહી વચ્ચે વિસંગતિ છે. ફી કમિટી સ્કૂલોના ડોક્યુમેન્ટની ચકાસણીને બદલે ફીમાં ઘટાડાનું કામ કરી રહી છે.

સરકારે સ્કૂલોની ઇત્તર પ્રવૃતિ પર લગામ તાણતાં સ્કૂલો ઇત્તર પ્રવૃત્તિના નામે ફી ઉઘરાવી શકશે નહીં. આ નિયમથી બાળકોનું શિક્ષણ ચાર દિવાલોની વચ્ચે જ રહી જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો